Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah MumbaiPage 22
________________ પરભાવમાં મમતા વિનાનું જીવન આ સર્વ આત્માપ્તિ થવાનાં સાધનો છે. જ્ઞાની પુરુષો પોતે જ્ઞાતા અને દુષ્ટારૂપે આ વિશ્વને જાણતા અને જોતા હોવાથી આ વિશ્વના કોઈ પણ પદાર્થો તેને પોતા તરફ આકર્ષી શકતા નથી. દેવો અને દેવાંગનાઓ, સુંદર પુરુષો અને સ્ત્રીઓ, મોહક પશુ-પક્ષીઓ, તેઓની સ્થિતિ, ગતિ, વચનો, નૃત્યો, સમજશકિત અને શૃંગારાદિ એ સર્વને નાટક સમાન ગણીને, પોતાના જ્ઞાતા. દુષ્ટાપણાને ક ભોકતા થવાના રૂપમાં ખંડિત થવા દેતા નથી. સભામાં બેઠેલા ઈન્દ્રને અને ચક્રવર્તીને દેખીને તેની આ વિભાવ દશાની આસક્તિ માટે જ્ઞાનીઓને તેના ઉપર દયા આવે છે. રૂપાંદિ ગુણવાન સ્ત્રીઓના પરિવારમાં બેઠેલા ઈન્દ્રાદિકને દેખીને આત્મભાન ભૂલવા માટે ધૃણા ઉત્પન્ન થાય છે. ઈન્દ્રિયોનાં સુખોનું સ્મરણ થતાં આત્મજાગૃતિનો નાશ થતો જોઈને તેમને અતિકષ્ટ થાય છે. આવા મહાત્માઓ તત્ત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હોય છે. તેવા મહાત્માઓ એકાંતમાં બેસીને ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતા સુખની અને આત્મસ્થિરતામાંથી પ્રગટ થતા સુખની સરખામણી જ્યારે કરે છે ત્યારે તેમને એટલું બધું આંતરૂં દેખાય છે કે ક્યાં ઝાડનાં પાંદડાંની બનાવેલી ઝૂંપડી અને ક્યાં બાદશાહી મહેલ, ક્યાં કેરડાનું ઝાડ અને ક્યાં કલ્પવૃક્ષોની ઘટા, ક્યાં કોડાયેલી કાંજી અને ક્યાં અમૃતરસનું પાન, ક્યાં પથ્થર અને ક્યાં સોનું! આમ બન્નેના વચમાં મહાન અંતર દેખાય છે. કેટલાક આત્મ જાગૃતિવિનાના જીવો રાજાદિકોની વાર્તાઓમાં, વિષય રતિની કડાઓમાં, આપસઆપસના ક્લેશમાં, ધનપ્રાપ્તિની ચિંતામાં, સંતાનની ઉત્પત્તિના ઉપાયોમાં, બાગબગીચાઓ બનાવવાના વિચારમાં, ગાય, બળદ, ઘોડા પ્રમુખ ઉછેરવાની પ્રવૃત્તિમાં, અન્યની સેવા-નોકરી કરવામાં કેટલાક લાંબો વખત નિદ્રા લેવામાં, ઔષધાદિની શોધમાં, દેવ-મનુષ્યાદિને રંજન કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103