Book Title: Atmavishuddhi
Author(s): Kesharsuri
Publisher: Premji Hirji Shah Mumbai

Previous | Next

Page 16
________________ અલગ થઈ જાય છે અને બાકી જેવું હતું તેવું લોઢું જ પડયું રહે છે. અથવા પાણી નાખવાથી અગ્નિા ઉષ્ણ પરમાણુ હવામાં ઊડી જાય છે અને લોઢું જુદું થઈ રહે છે. અથવા એક રત્ન છે, તેના ઉપર રેશમી કપડું લપેટવું તેને દોરેથી બાંધી એક નાની ડબીમાં મૂક્યું ડબી નાની પેટીમાં મૂકી, નાની પેટી એક મોટી પેટીમાં મૂક, મોટી પેટી તેજુરીમાં મૂકી, તેજુરી ઓરડામાં મૂકી, આરડો ઘરની. અંદર આવ્યો છે ત્યાં તાળું વાસ્તુ, હવે વિચાર કરતાં સમજાશે કે તે રત્નની ઉપર ધણાં આવરણો આવેલાં છે છતાં રત્ન જ્યાં છે ત્યાં તો જેમ છે તેમજ છે, નથી તેમાં ધટાડો થયો કે નથી તેમાં ફેરફાર થયો. જેવું પ્રથમ પ્રકટ હતું તેવુંજ બંધન વખતે પણ છે. તેમ જ આત્મા સત્તાગતે જેવો છે તેવો જ પ્રગટ થાય છે ત્યારે પણ છે. ફેરફાર એટલો થાય છે કે જેવું બહાર પ્રકટ રત્ન દેખાય છે તેવું આ દ્રષ્ટિએ સત્તામાં પડેલું દેખી શકાતું નથી. એટલા માટે જ તે રત્ન ઉપરનાં આવરણો દૂર થાય તો પ્રત્યક્ષ અનુભવ અને ઉપયોગ થઈ શકે છે. તેમજ સત્તાગત આત્મા પ્રકટ થાય તો આનંદરૂપે તેનો અનુભવ થાય છે. અને કર્મબંધનો ને લઈને વારંવાર અશાતિ, જન્મ-મરણ કરવાં પડે છે તે બધ થઈ જાય છે. સાત ધાતુના બનેલા આ અચેતન દેહની અંદર રહેવા છતાં કર્મનાં આવરણો દૂર થતાં આત્મા આ વિશ્વને જાણે છે, જુએ છે, જન્મ થી માંડીને થયેલાં અનુભવો તે સર્વને જે જાણે છે, સંભારે છે, જુવે છે, તે કર્મથી બંધાયેલો છતાં હું આત્મા છું. ત્રણે કાળમાં રહેલી જડચૈતન્ય વસ્તુને જે જાણે છે, જોવે છે. તે શાન સ્વરૂપ હું આત્મા છું. સર્વજ્ઞ ભગવાનની વાણીરૂપ સમુદ્રનું મંથન કરવાથી છેવટે આજ શુદ્ધચિદ્રપ આત્મરત્નની પ્રાપ્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103