Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay, 
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ જી. પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય અમારિ પ્રવર્તાન કર્ત દિવસ જી કોણ છે ? તે તીર્થકર ભગવાન છે તે તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી જ જોઈએ. તે કૃતજ્ઞતા છોડી કેમ દેવાય ? તેમના ચરણે ના પડીએ તો આપણે કૃતજ્ઞ નથી એમ કહેવાય. દયા કરતાં ૪ કૃતજ્ઞતા મહાન છે. “દયા ધર્મક મૂલ હૈ' એ લૌકિક ઉક્તિ છે. કૃતજ્ઞતા ધર્મ કા મૂલ હૈ.” ( આ જૈનનું કથન છે. જૈનશાસન એ લોકોત્તર શાસન છે. તે મહાન છે, ઉપકારી છે. જે આપણા ઉપર ઉપકાર કર્યો તેનું સ્મરણ કરીને તેના પ્રતિ અહોભાવ દર્શાવો તે છે; કુતજ્ઞતા. તીર્થકર ભગવતેએ આપણી ઉપર જે દયા કરી, જે કરૂણ દર્શાવી તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી જ જોઈએ. જેના પર આપણે ઉપકાર કરીએ તેનું નામ દયા છે, જેણે આપણું પર દયા કરી તેમના પ્રત્યે અહોભાવ દર્શાવ, અહોભાવથી ઝૂકી જવું તેનું નામ કૃતજ્ઞતા છે. દયામાં તમારા હાથ ઊંચા રહે છે, કૃતજ્ઞતામાં તમારા હાથ નીચા રહે છે, ગરીબ માટે તમને થાય કે, મેં બીજા પર દયા કરી.” કૃતજ્ઞતા એટલે શું ? કૃતજ્ઞ એટલે કરેલું જે જાણે છે તે. કરેલ ઉપકારને ઝીલનાર તે કૃતજ્ઞ. દયામાં કયારેક અહંકાર પિોષાય છે, કૃતજ્ઞતામાં અહંકારનો ત્યાગ થાય છે. કુતજ્ઞતા અને અહમને તે મેળ જ નથી. પાણી હોય ત્યાં અગ્નિ ના હાય. અહમ ન હોય ત્યારે જ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટે. શુદ્ધ ધર્મ તે કૃતજ્ઞતા છે. દયાને ધર્મ હજી કદાચ અહમથી ખરડાશે. “મેં દાન કર્યું આમ બોલવામાં પણ અહંભાવ પોષાય છે. મેં ભગવાન 8

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 172