________________
‘ભક્તિના વીસ દોહરા’નું માહાત્મ્ય
ઉઘાડું પાડીને અંદર કહ્યું છે. કોઈ એવી દવા હોય છે કે માંદો ખાય તોપણ ગુણ કરે અને સાજો ખાય તોપણ ગુણ કરે; તેવી આ ઉદ્ઘાર થવા માટે દવા છે. દવા માટે દૂધ પાણીની જરૂર પડે છે તેમ આને માટે શું જરૂરનું છે?.....ભાર દઈને કહેવાનું કે ‘ભાવ’ જોઈએ. આ ખાસ લક્ષમાં રાખજો. બધા સામાયિક કરે છે, પણ પૂણિયા શ્રાવકનું જ સામાયિક વખણાયું. તેમ ભાવ ભાવમાં ફેર છે. ‘સાધુને હમેશાં સમતા હોય’–આનું નામ ચારિત્ર, સમભાવ. સાઘુ બધે આત્મા જુએ, સિદ્ધ સમાન જુએ. થઈ રહ્યું–આટલું સમજાય તો થઈ રહ્યું!
‘ભક્તામર’ વગેરે સ્તોત્ર છે. પણ વીસ દોહા બધાનો સાર છે. કોણે આપ્યા છે ?’’
વીસ દોહા મહામંત્ર, એનો ભેદી મળે અને મર્મ જાણી જાય તો મોક્ષ થાય
“વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ એ મહા મંત્ર છે! તાલપુટ વિષ ઉતારે એવો મહા મંત્ર છે! જો એનો ભેદી મળે અને માહિત થાય તો બધું થાય. જીવને, શ્રવણ કરે તો વિજ્ઞાનપણું આવે. તેમ શ્રવણ કરવાથી ખબર પડે. તેથી કર્મ મૂકીને મોક્ષ થાય.’’ (ઉ.પૃ.૨૫૪)
(ઉ.પૃ.૪૬૭)
સાપનું ઝેર જેમ મંત્રથી ઊતરે, તેમ ભક્તિથી કર્મનું ઝેર ઊતરે “મુમુક્ષુ–ભક્તિયે ઘણા કરે છે. તો ભક્તિ કઈ કરવી ?
પ્રભુશ્રીહૃદયમાં ટેક રાખવો. વીસ દુહા ભક્તિના એકાંતમાં બેસી આખા દિવસમાં એક વાર પણ બોલવા. આ મંત્ર છે, જાપ છે. સાપનું ઝેર જેમ મંત્રથી ઊતરે છે તેમ આ જીવને ભક્તિથી કર્મનું ઝેર ઊતરે છે. “હે પ્રભુ, ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ” લઘુત્વ, ગરીબાઈ, ગુરુવચન એ ક્યાંથી હોય !’’ (ઉ.પૃ.૪૦૦)
બળવાન સત્પુરુષના સંગે મળેલો મંત્ર શ્રદ્ધાથી બોલે તો પણ કામ થાય
“કંઈ નહીં તો ‘વીસ દોહરા' ચંડીપાઠની પેઠે રોજ બોલે તો પણ કામ થઈ જાય. સંગ બળવાન છે.’’ (ઉ.પૃ.૪૭૪)
‘વીસ દોહા’ મહામંત્ર છે, અમૃત છે; પણ વિશ્વાસ આવવો જોઈએ જેમ કોઈ મહામંત્ર હોય તેમ ‘વીસ દોહા’ ઝેર ઉતારવા મહામંત્ર છે. એ અમૃત અને પ્રતીતિ જોઈએ.’ (ઉ.પૃ.૪૭૩)
૨૧
છે. વિશ્વાસ
પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુદેવ પ્રત્યે જેને શ્રદ્ધા થઈ તેનું કલ્યાણ. ડાહ્યા ન થવું “આતમજ્ઞાની હોય તે આત્મા જણાવે. પકડવા લાયક છે. એક વિશ્વાસ, પ્રતીતિ; અવશ્ય ત્યાં કલ્યાણ. ડાહ્યા ન થવું. વીસ ભક્તિના દુહા મહામંત્ર છે, યમનિયમ સંયમ, ક્ષમાપનાનો પાઠત્રણ વસ્તુ સ્મરણ કરવા, ધ્યાન કરવા, લક્ષ-ખ્યાલમાં રાખવા યોગ્ય છે. આત્મા જોવો. આત્મા