Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 182
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન "દ ન જુઓ પ્રભુ મુજ કર્મ તે માટે હે પ્રભુ! મારા કર્મ તો જુઓ, હું કેવો ભારે કર્મી છું કે મને મારા ને વર્તનથી કોઈ વ્યાકુળતા પણ થતી નથી, કે હું આપની બોધેલી ઘર્મમર્યાદામાં નહીં રહ્યો તો મારા શા હવાલ થશે, હું કઈ ગતિમાં જઈને પડીશ, ત્યાં મારી કોણ રક્ષા કરશે એવો વિચાર પણ મને આવતો નથી. આપ જેવા જ્ઞાની પુરુષનો જોગ જે મહા દુર્લભ છે તે આ મનુષ્યભવમાં મળ્યા છતાં પણ હવે જો પુરુષાર્થ કરવાની ભાવના ન થઈ તો મારા જેવો અભાગીયો કોણ? અથવા મારા અને પશુ અવતારમાં શો ફરક રહ્યો? કાંઈ જ નહીં. આ વિષે પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે – પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧' માંથી – “ચારે ગતિ દુઃખથી ભરી, કર્મતણો બહુ ભાર, પ્રભુજી; માનવદેહ વિષે બને સપુરુષાર્થ પ્રકાર, પ્રભુજી.” રાજ અર્થ -હવે સ્વદેશ જવા માટે પરમકૃપાળુદેવે શો ઉપદેશ આપ્યો છે તે જણાવે છે – હે ભવ્યો! નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ એ ચારેય ગતિ બહુ દુઃખથી ભરેલી છે. તમારા આત્મા ઉપર જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મનો ઘણો ભાર હોવાથી આ ચારેય ગતિમાં તે કર્મના ફળમાં જીવને ઘણા જ દુઃખ ભોગવવા પડે છે. એક મનુષ્ય દેહ જ એવો છે કે જેમાં સ્વદેશ એટલે મોક્ષે જવાનો સંપૂર્ણ પુરુષાર્થ બની શકવા યોગ્ય છે.” “શાતા વેદનીય અશાતાવેદનીય વેદતાં શુભાશુભ કર્મના ફળ ભોગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. એ ચાર ગતિ ખચીત જાણવી જોઈએ. ૧. નરકગતિ - મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંઘકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છરપલાની ઘાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણીભૂતે સાંકડ, અશાતા અને વિવિલાટ સહન કરવાં પડે છે, જે દુઃખને કેવળજ્ઞાનીઓ પણ કહી શકતા નથી. અહોહો!! તે દુઃખ અનંતી વાર આ આત્માએ ભોગવ્યાં છે. ૨. તિર્યંચગતિ - છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ઘારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વઘબંધન, તાડન, ભારવહન કરવા ઇત્યાદિકનાં દુઃખને સહન કરે છે. ૩. મનુષ્યગતિ - ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લજ્જાહીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે; એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન-અપમાન ૧૭૮

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240