Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 197
________________ દેહેન્દ્રિય માને નહીં' તારવામાં સમર્થ અને જેને કોઈની ઉપમા ન આપી શકાય એવી શ્રી જિનેશ્વરની 'દ ન વાણી સાંભળીને આશ્ચર્ય પામેલા સુભદ્ર વિચાર કર્યો કે “અહો! આજ મેં નિસીમ ) ગુણના નિધિ સમાન કર્મકલંકરહિત એવા પ્રભુને જોયા. આજે મારો જન્મ સફળ * થયો.” પછી સમગ્ર જગતના જીવોનો ઉદ્ધાર કરનાર અને બોધિબીજને આપનાર એવા શ્રી પ્રભુએ તે સુભદ્રને ઉદ્દેશીને ઇંદ્રિયો સંબંઘી વ્યાખ્યાન શરૂ કર્યું. તે આ પ્રમાણે अवरे उ अणात्थपरंपराओ पावंति पावकम्मवसा । संसारसागरगया, गोमाऊ अगसिअ कुम्मुव्व ॥२॥ ભાવાર્થ–“રાગદ્વેષથી રહિત થઈને ઇન્દ્રિયના વિષયોને રોકનારા પ્રાણીઓ મૃદંગ દ્રહના સુખને પામનારા કાચબાની જેમ નિવૃત્તિ સુખને પામે છે અને બીજા સંસારસાગરમાં પડેલા પ્રાણીઓ પાપકર્મના વશથી શિયાળે ગ્રસિત કરેલા કાચબાની જેમ અનર્થ પરંપરાને પામે છે.” તે આ પ્રમાણે ઇન્દ્રિયોને વશમાં રાખનાર સુખી થાય અને છૂટી મૂકનાર માર્યો જાય, બે કાચબાનું દ્રષ્ટાંત – વારાણસી પુરીને વિષે ગંગાનદીને કાંઠે મૃદંગ નામના તળાવમાં ગુપ્તદ્રિય અને અગસેન્દ્રિય નામના બે કાચબાઓ રહેતા હતા. તે બન્ને સ્થલચારી કીડાઓનું માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી એકદા તેઓ દ્રહની બહાર નીકળ્યા હતા, તેવામાં બે શિયાળીયાએ તેમને જોયા. તે કાચબાઓ પણ શિયાળને જોઈને ભય પામ્યા, તેથી તેમણે પોતાના ચારે પગ તથા ગ્રીવાને સંકોચીને પોતાની ઢાલમાં ગોપવી દીઘા, અને કાંઈ પણ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડ્યા રહ્યા. બન્ને શિયાળ પાસે આવીને તે કાચબાઓને વારંવાર ઉંચા ઉપાડીને પછાડ્યા, ગુલાંટો ખવરાવી તથા ઘણા પાદપ્રહાર કર્યા, પરંતુ તે કાચબાને કાંઈ પણ ઈજા થઈ નહીં. પછી થાકી ગયેલા તે બન્ને શિયાળ થોડે દૂર જઈને સંતાઈ રહ્યા એટલે પેલા અગસેન્દ્રિય કાચબાએ = 380 4816 ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર કાઢી. તે જોઈ બન્ને શિયાળે તત્કાળ દોડી આવીને તેની ડોક પકડીને મારી નાખ્યો. બીજો ગુણેન્દ્રિય કાચબો -- ૧૯૩

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240