Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 206
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન “તુજ વિયોગ સ્કુરતો નથી”...... હે પ્રભુ! મારો પ્રેમ દેહ અને ઇન્દ્રિયો પ્રત્યે હોવાથી મને આપના ગુણો પ્રત્યે પ્રેમ આવ્યો નહીં અને તેથી આપનો વિયોગ પણ મને સ્કુરાયમાન થતો નથી. પૂ.શ્રી અંબાલાલભાઈના હૃદયમાં પરમકૃપાળુદેવના વિયોગથી પ્રગટેલ અસહ્ય વિરહવેદના “વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિઃશંકતાથી, શાંતપણે, કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજવલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં એવાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય! અહાહા! તે વખતના દુઃખનું મોટા કવીશ્વરો પણ વર્ણન કરવાને અસમર્થ છે; તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિષે આ પામર જીવોને આપી હે પ્રભુ! તમે ક્યાં ગયા? હે ભારતભૂમિ! શું આવા, દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયો? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો; કે નાહક તેં તારી પૃથ્વી ઉપર બોજારૂપ કરી રાખ્યા..... હે પ્રભુ! તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળુ થાય જ કોણ? હે પ્રભુ! તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કોમળ વાણી, ચિત્તહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોબીજનું અપૂર્વપણું, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્રચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાર્થી બોઘ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? વિદ્વાન કવિઓ અને રાજેંદ્ર દેવો આપનાં ગુણ સ્તવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણયોગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું યોગબળ આપે પ્રકાશિત કરેલા વચનો અને આપેલું બોઘબીજ મારું રક્ષણ કરો એ જ સદૈવ ઇચ્છું છું. આપે સદેવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહીં કરું. ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિ-દિવસ રડી રડીને કાઢું છું; કાંઈ સુઝ પડતી નથી.” (જી.પૃ.૨૭૦) તુજ વિયોગ સ્કુરતો નથી'... “શ્રીમદ્ રાજચંદ્ર માંથી - વીતરાગતા વિશેષ હોવાથી ભક્તિ સત્સંગનો વિરહ વિશેષ વેદાય છે “વિરહની વેદના અમને વધારે રહે છે, કારણ કે વીતરાગતા વિશેષ છે; અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે. પણ હરિઇચ્છાને અનુસરી પ્રસંગોપાત્ત વિરહમાં રહેવું પડે છે; જે ઇચ્છા સુખદાયક ૨૦૨

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240