Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 218
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન વાતનો મુમુક્ષુ જીવે કાર્યો કાર્ય, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે. એ જ વિનંતિ.” (વ.પૃ.૪૪૮) “અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ.” ૧૨ અર્થ - દેહ તે હું અને સ્ત્રી પુત્રાદિ એ બઘાં મારા છે એમ માનીને જીવ બેઠો છે એટલે અહંભાવ જતો નથી. જે મારું નથી તેને મારું માની બેસવું તે અહંભાવ. હે પ્રભુ! આવા અહંભાવથી હું રહિત નથી. સ્વધર્મ એટલે આત્મઘર્મનો પણ સંચય નથી. સ્વઘર્મનો સંચય હોય તો અહંભાવની મંદતા થાય, પણ એવું બન્યું નથી. અને અન્ય ઘર્મો પ્રત્યે પણ મારી નિર્મળપણે નિવૃત્તિ નથી. અન્ય ઘર્મ એટલે જૈન અથવા આત્મધર્મ સિવાયના બઘા ઘર્મો.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) અહંભાવથી રહિત નહિ. અહંભાવ એટલે દેહમાં “હું” પણાનો ભાવ. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આવા અહંભાવથી હું રહિત નથી. હાડોહાડ તે જ માન્યતા ભરેલી છે. “સદ્ગુરુ-બોઘ વિચારતાં, ટળે દેહ-અહંકાર, પ્રભુજી; દશા વિદેહી તે વર્યા, ભાવ-દયા-ભંડાર, પ્રભુજી. રાજય અર્થ - હે પ્રભુ! સદ્ગુરુ પરમકૃપાળુદેવના બોઘને વિચારતાં મારા દેહ પ્રત્યેનું અભિમાન ટળવા માંડે છે અને દેહ પ્રત્યેનો અહંભાવ ગળવા માંડે છે. કેમ કે મારા ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ વિદેહદશાને પામેલા છે અને ભાવદયાના ભંડાર હોવાથી ઉપદેશ પણ એવો જ આપે છે.” રા. -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧ (પૃ.૫૨૪) અહંભાવથી રહિત નહિ'. “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : જે સમજ્યા તેણે પોતાનો સ્વભાવ મારા તારા રહિત દીઠો, તેમાં સમાઈ ગયા “જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહંત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાળસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ ૨૧૪

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240