Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 229
________________ સ્વઘર્મ સંચય નાહીં’.... FL) મિથ્યાત્વરૂપી કાટ જાય તો જીવ ભેદજ્ઞાન પામી કંચન જેવો થાય f: કી પારસમણિનું દ્રષ્ટાંત – “એક મહાત્માએ પ્રસન્ન થઈને પોતાના ભક્તને સાત દિવસ માટે પારસમણિ આપ્યો, અને કહ્યું કે સાત દિવસમાં જેટલું આનાવડે સોનું બનાવવું હોય તેટલું બનાવી લે. શિષ્ય સોનુ બનાવવા માટે સસ્તુ લોખંડ શોધી ઘણું લઈ આવ્યો પણ તે બધું કાટવાળું હતું. તેથી તેનું રતિભાર પણ સોનું બન્યું નહીં. સાત દિવસ પૂરા થયેથી પારસમણિ પાછો આપી દેવો પડ્યો. અમૂલ્ય વસ્તુ મળવા છતાં પણ તે ભિખારી જ રહ્યો. . તેમ મિથ્યાત્વરૂપી કાટ એટલે દેહમાં આત્મબુદ્ધિરૂપી કાટ આપણા આત્મા ઉપર લાગેલો છે. તેથી પારસમણિ સમાન જ્ઞાની પુરુષનાં વચનો મળવા છતાં પણ આત્મા કંચનમય બની શકતો નથી. અને ચાર દિવસની ચાંદની જેવું આ આયુષ્ય તો વિષયકષાયમાં પૂરું થઈ જાય છે. માટે અત્યંત પુરુષાર્થ કરી મિથ્યાત્વરૂપી કાટને શ્રદ્ધાના બળે કાઢી નાખવાનો જ પ્રયાસ જીવે કરવો જોઈએ. તો સ્વઆત્મઘર્મનો સંચય થઈ જીવને ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય.” “બોઘામૃત ભાગ-૧' માંથી - સહજાત્મસ્વરૂપ એ જ સ્વઘર્મ છે પણ મેં તેનું રટણ કરી સંચય કર્યો નહીં “નવકારમંત્ર” અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ એક જ છે. નવકારમાં પહેલું “નો રિહંતા' એમ આવે છે. અરિહંત છે તે સહજાત્મસ્વરૂપ છે. પછી ‘નમો સિદ્ધા', સિદ્ધ છે તે પણ સહજાત્મસ્વરૂપ છે. “મો મારિબાઈ', આચાર્ય છે તે પણ સહજાત્મસ્વરૂપ છે. “નો ૨૨૫

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240