Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 236
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન : મિથ્યાત્વ સહિત ગુણોને પણ પત્થર સમાન ભવસાગરમાં ડૂબાડનાર જ માનવા યોગ્ય છે. I૪ સમ્યક્દર્શન સાથે તે ગુણ રત્નતુલ્ય અમૂલ્યજી, અવગુણ પણ સઘળા સવળા ત્યાં મહિમા કોઈ અતુલ્યજી. વિનય અર્થ - દાન, શીલ, તપાદિ ગુણો જો સમ્યદર્શન સાથે હોય તો તે રત્નતુલ્ય અમૂલ્ય ગણવા યોગ્ય છે. સમ્યગ્દર્શનની હાજરીમાં તો અવગુણો પણ સઘળા સવળા થઈ જાય છે. એવો સમ્યગ્દર્શનનો અતુલ્ય મહિમા છે. તેનું કારણ એ છે કે સમ્યવૃષ્ટિ જીવને સંસારમાં ઉદયાશીન કાર્ય કરતા છતાં પણ હૃદયમાં કર્તાભાવ હોતો નથી. તે બાહ્યથી કર્તા દેખાય છે પણ અંતરથી માત્ર સાક્ષીરૂપે રહે છે. તેથી જ્ઞાનીપુરુષો ખાતા છતાં ખાતા નથી, પીતાં છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી; એવો સમ્યદર્શનનો મહિમા અપરંપાર છે.” પા (પ્ર.૧ પૃ.૪૧૯) “પૂજ્ય ગૃહસ્થપણું ગમ્યું, આવું ભક્તિ-ઘામ, સદ્ગુણ-ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. ૧૮ અર્થ - જેને પુરુષ પ્રત્યે ભક્તિ જાગી છે, જેના ઘરના બધા ભક્તિ કરતા હોવાથી ઘર પણ ભક્તિનું ઘામ બન્યું છે, તેનું ગૃહસ્થપણું વખણાય છે, પૂજ્ય મનાય છે. પણ સગુણના સમૂહ વગર ગૃહસ્થનું શ્રાવક એવું નામ શોભા પામતું નથી.” -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૪૩૩) શ્રાવક કોને કહેવા? જેને સંતોષ આવ્યો હોય; કષાય પાતળા પડ્યા હોય; માંહીથી ગુણ આવ્યો હોય; સાચો સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા.” (વ.પૃ.૭૨૯) કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.” ૧૪ અર્થ :- “હે સર્વજ્ઞ ભગવાન! તમે કેવળ દયાની મૂર્તિ છો, દીનના બંધુ અને નાથ છો. હું મહાપાપી છું, અને પરમ અનાથ છું. મારો હાથ ગ્રહીને મને તારો હાથ ગ્રહો એટલે શું? કંઈ સગુરુ હાથ ઝાલવા આવે? “ગ્રહો પ્રભુજી હાથ” એટલે મને બોઘ આપીને મારી મિથ્યા માન્યતા ટળે તેમ કરો. હું ડૂબી રહ્યો છું, માટે બોઘરૂપી હાથથી ગ્રહીને મને પકડીને બહાર કાઢો.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ'... આપ તો હે પ્રભુ માત્ર કરુણાની જ મૂર્તિ છો અર્થાત્ દયાના જ સાગર છો. અને દીનબંધુ એટલે મારા જેવા પામરના પણ આપ મિત્ર છો. અને દીનનાથ એટલે મારા જેવા ગરીબના આપ નાથ પણ છો. “અભિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુથારસ ઝીલતી રે, નિરખત તૃમિ ન હોય. વિ૦૬ ૨૩૨

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240