Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 238
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન fe માપ ન નીકળી શકે એવો અનંત અમાપ ઉપકાર કરેલ છે. આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર જે માત્ર કરુણાની જ મૂર્તિ હોવાથી જન્મમરણથી છૂટવારૂપ મોક્ષનો માર્ગ બતાવી મારા પર અનંતી દયા કરી છે. મારા ભવિષ્યમાં આવનાર અનંતકાળના દુઃખોને ફેડી શાશ્વત સુખશાંતિનો માર્ગ બતાવી જે ઉપકાર કર્યો છે તેનો પ્રત્યુત્તર વાળવા હું સર્વથા અસમર્થ છું. સમકિતદાયક ગુરુ તણો, પ્રત્યુપકાર ન થાય?” ભવ કોડાકોડી લગે, કરતા ક્રોડ ઉપાય. મારા પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૩૦૩) “અનંત દયા સપુરુષની જય. કોઈ ન પામે પાર રે ગુણ૦ અનંત જીવ ઉપર થતો જય૦ ખરેખરો ઉપકાર રે ગુણ૦ ૨૧ અર્થ :- સત્પરુષોના હૃદયમાં રહેલી અનંતદયાનો કોઈ પાર પામી શકે નહીં. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહી સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિઘ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હદય રડે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૪૯૯) સપુરુષ દ્વારા અનંત જીવો ઉપર ખરેખરો ઉપકાર થાય છે. ગુરુ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. અનંત જીવો પર અનંત ઉપકારો થયા છે. તેઓ શાશ્વત સુખનો માર્ગ બતાવી એવો ઉપકાર કરે છે કે જેથી કોઈ કાળે દુઃખ આવે નહીં. માટે દેવવંદનમાં તેમની સ્તુતિ કરી છે : “પરાત્પર ગુરવે નમઃ, પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમગુરવે નમઃ, સાક્ષાત્ પ્રત્યક્ષ સગુરવે નમો નમઃ” ૧૨૧ (પ્ર.વિ.૨ પૃ.૩૦૮) અર્થ -પરાત્પર એટલે પરથી પર એટલે સર્વથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગુરુ ભગવંતને મારા નમસ્કાર હો. સુધર્મા સ્વામી આદિની ઉત્તરોત્તર પરંપરામાં થયેલા આચાર્ય-ગુરુ ભગવંતોને મારા નમસ્કાર હો. સહજાત્મસ્વરૂપને પામેલા એવા પંચ પરમેષ્ઠીરૂપ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવા પાંચેય પરમગુરુ ભગવંતને મારા નમસ્કાર હો. તથા વર્તમાનમાં પરોપકારી એવા સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરુ સહજાત્મ-સ્વરૂપમય પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને વારંવાર મારા નમસ્કાર હો. (શ્રી પોપટભાઈ મનજીભાઈ દેસાઈ વવાણિયાના પ્રસંગમાંથી) સપુરુષ કેવળ કરુણાની જ મૂર્તિ હોય છે શ્રી પોપટભાઈનો પ્રસંગ - વવાણિયામાં આરજાજીઓની ભાવનાથી “પરમકૃપાળુએ સૂયગડાંગસુત્રમાંથી બે ગાથાઓ વાંચીને તે ગાથાઓનું સવિસ્તાર વર્ણન એવું તો સ્પષ્ટ રીતે કર્યું ૨૩૪

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240