Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 232
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન [ આત્માને ભૂલ્યો તો બધું નકામું જાય. લોકોને દેખાડવા કરે તે કંઈ કામનું નથી. પ્રભુશ્રીજી કહેતા કે આત્મા જુઓ. બેટ્ટો હોય તે બીજાં જુએ. આત્માને ન ભૂલવો. પર પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે દૂઘ આખરે ત્યારે મેળવણ નાખે છે, તો દહીં થાય. નહીં તો દૂઘ બગડી જાય. તેમ જે કંઈ કરવું તેમાં “આત્માર્થે કરવું છે એ મેળવણ નાખવું, તો કામ બગડે નહીં.” -ધો.૧ (પૃ.૫૧૩) ‘નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ઘર્મની કાંઈ ... અન્ય ઘર્મ એટલે આત્મઘર્મથી વિપરીત તે અન્ય ઘર્મ. આત્મઘર્મ સિવાય અન્ય ઘર્મને બતાવનાર એવા કુદેવ, કુગુરુ અને કુઘર્મથી મારી નિર્મળપણે એટલે સંપૂર્ણપણે આત્માર્થે નિવૃત્તિ થઈ નથી; અર્થાત્ કુદેવ, કુગુરુ કે કુઘર્મના નિમિત્તે માન પોષવાની કે સાંસારિક વાસનાઓ પોષવાની વૃત્તિથી હું સંપૂર્ણપણે નિવૃત્ત થયો નથી. અને દેવી દેવતાઓની માન્યતા રાખી હજુ મિથ્યાત્વને જ પોષણ આપી રહ્યો છું. પણ આત્માના ઘર્મો કે ગુણો જે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ છે તે પ્રગટાવવા પુરુષાર્થ પણ કરતો નથી. વળી આત્મા સિવાય શરીર, માન મોટાઈ અને તેને લઈને વિષયવિકાર, મોહ આદિ વિભાવભાવોમાં મારી વૃત્તિ જાય છે તે બઘા આત્મા સિવાય પર ઘર્મો છે; તેની પણ નિવૃત્તિ મારા આત્માના કલ્યાણ માટે હજ સથી મારાથી થઈ નથી. આ સર્વ બાહ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી આવો અદભૂત યોગ મળ્યો છે તો ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણમાં જ કાળ ગાળવો જોઈએ પણ તેમ કરવામાં મારું બળ ચાલતું નથી, માટે આપ કૃપા કરી મને બળ આપો કે જેથી હું નિવૃત્તિ લઈને ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય જ કર્યા કરું. નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ઘર્મની કાંઈ... શ્રીમદ્ રાજચંદ્ર માંથી - નિવૃત્તિ મેળવી આત્માને જાગૃત કરવો એવી જ્ઞાની પુરુષની આજ્ઞા “પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રઘાન આજ્ઞા છે; તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે.” (વ.પૃ. ૬૫૪) સવાર સાંજ નિવૃત્તિ લઈ આ સંસારથી કેમ છૂટાય તે શોઘજે “વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોઘજે.” (વ.પૃ.૬) આત્મજ્ઞાન શીધ્ર થવા અત્યંત પુરુષાર્થ કરી પરપરિચય છોડવો જ અલ્પ કાળમાં અવ્યાબાઘ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેદવા પડતો હોય તો ૨૨૮

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240