Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 223
________________ “સ્વઘર્મ સંચય નાહીં'... આપણો સર્વસમ્મત ઘર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.” (વ.પૃ.૧૭૦) (શ્રી સોમચંદ મહાસુખરામ અમદાવાદના પ્રસંગમાંથી) ઘર્મનું ફળ શાંતિ શ્રી સોમચંદભાઈનો પ્રસંગ -“એક બહેન આવ્યા અને કૃપાળુદેવને પૂછ્યું કે “ઘર્મ એટલે શું?” કૃપાળુદેવે જવાબ આપ્યો–બહેન, ઘર્મ એટલે શાંતિ.” શાંતિ એ આત્માનો ગુણધર્મ છે. સ્વઆત્મધર્મમાં જીવ આવે તો અપૂર્વ શાંતિ અનુભવાય. તે નિર્વિકલ્પદશા છે. ત્યાં અનંતસુખ છે.” આત્માના વિચાર કરવારૂપ ઘર્મ ભજવો યોગ્ય “જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ઘર્મનો, ઓઘસંજ્ઞારૂપ ઘર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મ ભજવો યોગ્ય છે.” (વ.પૃ.૩૩૨) અનંત જન્મમરણનું કારણ પોતાના સ્વરૂપનું અજ્ઞાના “જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મમરણ કરવાં પડે.” (વ.પૃ.૭૦૦) આત્મા સ્વઘર્મ પામે તે પ્રકાર ઘર્મના, સ્વભાવથી દૂર કરે તે અઘર્મ “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ઘર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ઘર્મરૂપ નથી.” (વ.પૃ.૩૫૧). જેને આત્મજ્ઞાન છે એવા સત્પરુષથી જ સ્વઘર્મ કે આત્મઘર્મ પમાય. “જીવે ઘર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાસ અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાઘવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મઘર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાઘવા જોગ છે.” (વ.પૃ.૩૫૧) (શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદ ખંભાતવાળાના પ્રસંગમાંથી) પરમકૃપાળુદેવ જેવા આત્મજ્ઞાની પુરુષથી જ સ્વધર્મનો સંચય કરાયા શ્રી ત્રિભોવનભાઈનો પ્રસંગ -એકવાર સાહેબજી સમયસાર નામનો ગ્રંથ વાંચતા હતા. તે વખતે જાણે એકલો આત્મા જ બોલે છે, એવો ભાસ થતો હતો. તે વખતે ખંભાતમાં રહેનાર એક શ્રાવકભાઈ લોકમાં વિદ્વાન તરીકે ગણાતો હતો. તે હુકમ મુનિના ગ્રંથ વાંચતો. તેને વેદાન્તનો આશ્રય હતો. કેવળજ્ઞાન સુધીની માન્યતા કરી હતી. તે ભાઈ સાહેબજી પાસે આવ્યા હતા. તે વખતે સાહેબજી આત્માના ઘરની વ્યાખ્યા કરતા હતા. સાહેબજીએ કીધું કે આત્મજ્ઞાન ૨૧૯

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240