Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 221
________________ “સ્વઘર્મ સંચય નાહીં.. કરી શક્યા નહોતા તો આ તો મારા આગળ એક નાના છોકરા જેવા છે. શ્રીમદે પોતે ઘણી ઘીરજથી અને સરળતાથી પ્રેમાળ ભાષાએ મને પૂછ્યું કે તમે કંઈ વાંચ્યું છે? કંઈ જાણ્યું છે? તો હું એમ કહું છું કે મારા વડીલના પુણ્યથી મેં એમને સરળ જવાબ ન આપ્યો કે મેં વાંચ્યું નથી, તેમ જાણ્યું નથી તેથી ઠીક થયું, નહીં તો મારી ઉંમર વર્ષ પપની હતી અને હું ફજેત પામત; કારણ કે હું કંઈ જાણું નહીં અને વાંકાચૂકા પ્રશ્ન કરીને મૂરખ બનત. પણ તેમણે મારા ઉપર કૃપા કરીને પાસે થોડા પુસ્તકો પડેલા હતાં તેમાં “સુંદર વિલાસ” નામનું એક પુસ્તક હતું તે તેમણે એકદમ હાથમાં લઈને વાંચવું શરૂ કર્યું. બે ત્રણ લીટીઓ વાંચીને તે વાતનું વિવેચન કરવા લાગ્યા. તે વિવેચન કરવામાં મારા મનના જે કંઈ સંદેહ અને પૂછવાના પ્રશ્નો હતા તે તેજ વખતે ખુલાસા થઈને શમાઈ ગયા. તે બાબત મારા મનથી પૂછવાનું કંઈ બાકી રહ્યું નહીં, અને જે અભિમાન હતું તે નષ્ટ થઈ ગયું.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૬૧) “સ્વધર્મ સંચય નાહીં.” સ્વઘર્મ એટલે પોતાના આત્માનો ઘર્મ. આત્માનો ઘર્મ એટલે આત્માનો સ્વભાવ. આત્માનો સ્વભાવ શું છે? તો કે “સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રએ આત્માનો સ્વભાવ છે. એટલે શું? તો કે જેમ છે તેમ આત્મા કે જડ પદાર્થોનું સ્વરૂપ જાણવું, જેમ છે તેમ જ પદાર્થનું સ્વરૂપ જોવું, અને જેમ છે તેમ પોતાના આત્મસ્વભાવમાં જ સ્થિર રહેવું, એ આત્માનો મૂળઘર્મ છે, સ્વભાવ છે. એ આત્માનો મૂળઘર્મ મને પ્રાપ્ત થાય એવા ગુણોનો મેં સંચય એટલે સંગ્રહ કર્યો નહીં. શા માટે કર્યો નહીં? તો કે દેહાભિમાન મારું ગળ્યું નથી. દેહ તે જ હું છું એવી દેહમાં આત્મબુદ્ધિ હજુ સુધી મારી ગઈ નથી. એ જાય તો શું થાય? તો કે – “દેહાભિમાને ગલિતે, વિજ્ઞાને પરમાત્મનિ; યત્ર યત્ર મનોયાતિ, તત્ર તત્ર સમાઘયઃ” અર્થ - દેહમાં હું પણાનું અભિમાન જો ગળી જાય અને પોતાનું સ્વરૂપ જે પરમાત્મા જેવું છે તે અનુભવમાં આવી જાય તો આત્માનો ભાવમનરૂપ ઉપયોગ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. તેનો આત્મા સદા સ્વસ્થ છે. તે નવીન કર્મબંઘ કરતો નથી. અંતે સમાધિમરણનું કારણ પણ સ્વઘર્મ છે. તે સ્વઘર્મ અનંતાનુબંધી કષાયનો અભાવ થવાથી પ્રગટે છે તે જણાવે છે: પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨' માંથી - “સ્ફટિક રત્ન સમ જીવ-નિર્મળતા, જિનવર-બોઘ-પ્રકાશજી, પ્રબળ કષાય-અભાવે પ્રગટે, સહજ ઘર્મ વિકાસેજી. સૂક્ષ્મ અર્થ - શ્રી જિનેશ્વર ભગવંતનો બોઘ એમ જણાવે છે કે આત્માની નિર્મળતા, મૂળ સ્વરૂપે જોતાં સ્ફટિક રત્ન જેવી છે. તે આત્માની નિર્મળતા પ્રબળ કહેતા બળવાન એવા અનંતાનુબંધી કષાયનો અભાવ થયે પ્રગટે છે. જેથી સહજ સ્વાભાવિક આત્મામાં જ રહેલા સમ્યક્દર્શનાદિ ઘર્મ ૨૧૭

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240