Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 225
________________ ‘સ્વધર્મ સંચય નાહીં'..... સંભાળ હવે લો. સબ સબકી સંભાલો મૈં મેરી ફોડતા હૂં.’ પોતાની—પોતાના આત્માની સંભાળ આટલો એક ભવ લો.’’ -ઉપદેશામૃત (પૃ.૩૭૨) ગોવાળણને ઠગી પણ મુનિ મળતા પોતાના આત્માની સંભાળ લઈ લીધી = આભીરી અને વણિકનું દૃષ્ટાંત “કોઈ ગામમાં એક વણિક હતો. તે દુકાને બેસીને હમેશાં વેપાર કરતો હતો. એકદા તેની દુકાને કોઈ અતિ સરળ સ્વભાવની ગોવાળણ બે રૂપિયા લઈને કપાસ લેવા આપી. તેણે વણિકના હાથમાં બે રૂપિયા આપી તેનો કપાસ આપવા કહ્યું, એટલે તે વણિકે ‘હાલમાં કપાસ બહુ મોંઘો છે.' એમ કહીને અર્ઘા અર્ધા રૂપિયાની બે ઘારણ તોળીને તેને એક રૂપિયાનો કપાસ આપ્યો. તે અતિ સરળ સ્વભાવવાળી ગોવાળણ બે વખત જોખી આપવાથી બે રૂપિયાનો મને કપાસ આપ્યો.” એમ જાણીને તે કપાસ લઈ પોતાને ઘેર ગઈ. પછી તે વણિકે વિચાર્યું કે “આજે એક રૂપિયો ફોગટનો મળ્યો છે, માટે આજ તો હું તેનું ઉત્તમ ભોજન જમું.” એમ વિચારીને તે રૂપિયાનું ઘી, ખાંડ, ઘઉં વગેરે ખરીદીને ઘેર મોકલ્યું, અને પોતાની સ્ત્રીને તેના ઘેબર કરવાનું કહેવરાવ્યું. તે સ્ત્રીએ ઘેબર તૈયાર કર્યા; તેવામાં બીજા કોઈ ગામમાં રહેતો તેનો જમાઈ પોતાના મિત્ર સહિત કોઈ કામ સારું આવ્યો. તેને જોઈને હર્ષિત થયેલી પેલા વણિકની સ્ત્રીએ તે બન્નેને ઘેબર જમાડ્યા. “સ્ત્રીઓને જમાઈ પર અતિ સ્નેહ હોય છે.’’ ૨૨૧

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240