Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 219
________________ “અહંભાવથી રહિત નહિ'..... આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય / કુલ સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ.” (વ.પૃ.૪૮૭) અહંભાવ એ ઝેર ઝેર અને ઝેર જ છે એમ માને તો આત્માર્થ થાય જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત સમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય, તો તે પૂર્વાપર વિશેષતા પામે છે; પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી; અને સંશય થાય, તો તે સંશય માનવો નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શક્તો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર ઝેર અને ઝેર માની રાખી વર્તાયુ હોય તો આત્માર્થને બાઘ ન થાય.” (વ.પૃ.૫૨૪) (શ્રી સોમચંદભાઈ મહાસુખરામ અમદાવાદવાળાના પ્રસંગમાંથી) અહંભાવને ઝેરરૂપ માનવો કે હે જીવ! તું એક પૈસામાં વેચાયો છું શ્રી સોમચંદભાઈનો પ્રસંગ –“પરમકૃપાળુદેવ અને ડૉ. પ્રાણજીવનદાસ બન્ને બંગલામાં હતા. મેં દર્શન કર્યા. પછી પોતે જણાવ્યું કે શું લાવ્યા? મેં કહ્યું –દાતણ વગેરે. શ્રીમદે પૂછ્યું.આ દાતણ કેટલાના? મેં કહ્યું-એક પૈસાની નવ સોટીઓ લાંબી અને સારી છે. ૨૧૫

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240