Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 222
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પ્રગટમાં આવે છે અને ક્રમે કરી તે વિકાસ પામી પૂર્ણતાને પામે છે.” -પ્ર.વિ.૨ (પૃ.૨૭૦) શ્રી આનંદઘનજી મહારાજ ઘર્મનાથ ભગવાનના સ્તવનમાં જણાવે છે – “ઘરમ ઘરમ કરતો જગ સહુ ફિરે, ઘરમ ન જાણે હો મર્મ જિ. ઘરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિઘ૦૨ સંક્ષેપાર્થ - જગતવાસી જીવો કોઈને કોઈ ઘર્મમતમાં હોય છે. તે સર્વ અમે ઘર્મ કરીએ છીએ એમ કહેતા ફરે છે. પણ ઘર્મના મર્મ એટલે રહસ્યને જાણતા નથી. આત્મા ગચ્છમત નામના ઘર્મવાળો નથી પણ તે તો જ્ઞાનદર્શનમય ઘર્મવાળો છે; પણ આ રહસ્યને તે જાણતા નથી. સંપૂર્ણ શુદ્ધ આત્મધર્મને પામેલા શ્રી ઘર્મનાથ ભગવાન છે. એવા ઘર્મ જિનેશ્વરના ચરણનું શરણ ગ્રહણ કરનાર અર્થાત્ તેમની આજ્ઞાનુસાર વર્તનાર જીવો અનંત સંસાર વઘારે એવા કોઈ કર્મને બાંધતા નથી. રા. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિશાન જિ. હૃદય નયણ નિહાળે જગઘણી, મહિમા મેરુ સમાન. જિલ્થ૦૩ સંક્ષેપાર્થ - સદ્ગુરુ ભગવાન જો કૃપા કરીને પ્રવચન અંજન કરે અર્થાત્ પ્રકૃષ્ટ વચનોવડે પર્યાયવ્રુષ્ટિ સજાવીને દ્રવ્યદ્રષ્ટિ કરાવે તો અનાદિકાળથી ગુણ રહેલું પરમવિઘાનસ્વરૂપ એવું પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય તેના જોવામાં આવે. આત્મા અરૂપી દ્રવ્ય હોવાથી તે ઇન્દ્રિયોથી જણાય નહીં. પણ હૃદયરૂપી નેત્રથી તે જગઘણી એવા ભગવાનના અથવા આત્માના દર્શન કરી શકે; અર્થાત્ આત્માના હોવાપણાનો હૃદયમાં તેને અનુભવ થાય. તે આત્મ અનુભવ કરનારનો મહિમા મેરુપર્વત સમાન છે. કેમકે અનાદિકાળના જન્મમરણના દુઃખનો અંત પામી સર્વકાળને માટે તે આત્માના અનંતસુખને પામશે.” ૩યા ચૈત્યવંદન ચોવીશી (અર્થસહિત) ભાગ-૧ (પૃ.૧૮૫) સ્વઘર્મ સંચય નહીં... જ્યાં ત્યાંથી રાગ-દ્વેષથી રહિત થવું એ જ મારો એટલે આત્માનો ધર્મ છે જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ઘર્મ છે; અને તે તમને અત્યારે બોથી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાઘના બતાવાશે તો બતાવીશ. બાકી ઘર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાઘના છે. વિશેષ સાઘના તે માત્ર સત્પરુષનાં ચરણકમળ છે, તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજો; ઘર્મધ્યાનમાં ઉપયોગ રાખજો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી. પરમશાંતિપદને ઇચ્છીએ એ જ ૨૧૮

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240