________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
કે વહુએ મોઢામાં ચણાનો એક ફાકો મારી રાણીને અંગૂઠો બતાવ્યો. તેથી રાણી ફરી વધારે બોલવા લાગી. પણ વહુ તો બોલ્યા વગર માત્ર ચણા ખાતી જાય
અને રાણીને અંગૂઠો બતાવતી જાય. એમ સાંજ સુધી કરતાં રાણી બોલીબોલીને થાકીને લોથ જેવી થઈને પડી. પછી રાણીને વિચાર આવ્યો કે એ કંઈ નહીં બોલવાથી કેવી સુખે
UJI -
સુખે ચણા ખાતી રહી અને હું જ દુ:ખી થઈ. હવે વઢવાડ કરવી જ નથી, એમ નિશ્ચય કરીને રાજાને જણાવ્યું, તેથી રાજા પણ આનંદ પામ્યો. એમ ફ્લેશ સમયે મૌન રહેવાથી બેયને શાંતિનું કારણ થાય છે.
વધારે ન બોલતાં જેટલું બને તેટલું સ્મરણ કરવું’
“જેને હું કંઈ જાણતો નથી, મારે ડહાપણ નથી કરવું, મારી મેળે ડહાપણ કરવા જઉં તો અવળું થશે, એમ લાગ્યું હોય તેને સમજાય. જ્ઞાનીપુરુષોનાં વચનોમાં જેટલો કાળ જાય તેટલો લાભ છે. મોટા ભાગ્યવાળાને જ્ઞાનીનાં વચન ઉપર વિશ્વાસ હોય છે. ડહાપણ કરવાવાળો પોતે પરિભ્રમણ કરે અને બીજાને પણ કરાવે; માટે ડાહ્યા ન થવું. હું જાણતો નથી એમ રાખવું અને વધારે ન બોલતાં જેટલું બને તેટલું સ્મરણ કરવું. સિદ્ધભગવાન બધુંય જાણે છે છતાં નથી બોલતા. જે સમજે તે બોલે નહીં. સમજીને શમાઈ જવું.’' -જૂનું બો.૧ (પૃ.૬૮)
૨૦૮