________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
મુનિ મડદું દેખી કહે ઃ ‘નરભવ દુર્લભ તોય, ગણિકાએ તપ ના કર્યું; ભૂલશો હવે ન કોય.'
અર્થ :– જ્યારે મુનિ ભગવંતે વેશ્યાના મડદાને જોઈને કહ્યું કે દેવદુર્લભ એવો મનુષ્ય દેહ પામીને પણ આ વેશ્યાએ ઇચ્છાનિરોધરૂપ તપ કર્યું નહીં, અર્થાત્ તત્ત્વ સમજી ઇચ્છાઓને ઘટાડી નહીં. તેથી હે ભવ્યો! એવી ભૂલ તમે કરશો નહીં, અર્થાત્ આવો મનુષ્યભવ પામીને ઇચ્છાઓને ઘટાડજો. ।।૧૮।।
આમ અચેતન અંગથી ત્રિવિધ ભાવ-ફળ થાય,
વ્યસની ન૨ નરકે ગયો, ભૂખ-દુખ શ્વાન કમાય. ૧૯
અર્થ :– આમ અચેતન એટલે જડ એવા વેશ્યાના શરીર વડે ત્રણ પ્રકારે જીવોના ભાવ થયા, અને તેનું ફળ પણ તેઓ પોતાના ભાવ પ્રમાણે પામ્યા. વ્યસની મનુષ્ય તેને ભોગવવાના ભાવવડે મરીને નરકે ગયો. અને કૂતરાને વેશ્યાનું મડદું જોઈ ભૂખનું દુઃખ ઊભું થયું. ૧૯ સાધુ સ્વર્ગ વિષે ગયા, લહી ભાવ-ફળ જેમ;
તેમ અચેતન બિંબ પણ ફળ દે, ભાવે તેમ. ૨૦
અર્થ – તથા સામુનિ મહારાજ ઉત્તમ ભાવવડે સ્વર્ગના ભોગી થયા. જેમ આ મુનિ, વ્યસની અને કૂતરો, જડ એવા શબવડે ભાવ પ્રમાણે જુદા જુદા ફળના ભોક્તા થયા, તેમ અચેતન એવી પ્રતિમા પણ જીવોને પોતાના ભાવ પ્રમાણે ફળ આપનાર સિદ્ધ થાય છે.’’ ।।૨૦।।
-પ્ર.વિ. ભાગ-૧ (પૃ.૨૧૦)
‘વચન નયન યમ નાહીં'.....
‘શ્રીમદ્ રાજચંદ્ર’ માંથી :
બોલવાનું ઓછું કરે તો કર્મ ઓછા બાંધે
“સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે.’’ (વ.પૃ.૨૦૧) મૌન રહેવામાં કલ્યાણ પણ બોલવું પડે તો પ્રયોજન પૂરતું જ બોલવું
“વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાજ્યે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય; માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય, તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે.’’ (વ.પૃ.૩૮૯)
મહાવીર પ્રભુએ સાડા બાર વર્ષ મૌન રહી મોહનીયને કાઢી નાખ્યું
“ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું; અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું
૨૦૬