Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 208
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પૂજવાયોગ્ય, સ્તુતિ કરવાયોગ્ય, નમસ્કાર કરવાયોગ્ય કોણ છે? તે કહે જ છે. જે વસ્તુ આપણે જોઈએ છે તે વસ્તુ જેનામાં હોય તેને નમસ્કાર કરવાના હોય છે. ભગવાન એવા છે. કીર્તન કરવાયોગ્ય છે. વાતો કરવી તોય એમના ગુણોની કરવી, એ ગુણગ્રામ છે.” -ઓ.૨ (પૃ.૧૦૩) ર૧ - સત્ય પ્રમાણિક વચન વદે જે સત્કૃતને આધારે રે, વિશ્વ તણા વ્યાપાર વિષે નહિ વ્યર્થ વચન ઉચ્ચારે રે. વંદું અર્થ - જે સતશ્રત એટલે સન્શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કરુણામય સત્ય પ્રામાણિક વચન બોલે છે, તે વિશ્વમાં અનેક પ્રકારની વ્યાપાર કે વ્યવહાર આદિની ક્રિયા કરતાં પણ અપ્રયોજનભૂત એવા વ્યર્થ વચનને ઉચ્ચારતા નથી.” -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૫૩૭) પૂજ્યશ્રી–સત્ય બોલવાની ટેવ પાડવી. સત્ય બોલવું હોય તેણે કામ સિવાય બોલ બોલ કરવું નહીં, મૌન સેવવું. જેણે સત્ય બોલવું હોય તેણે (ચારેય પ્રકારની) વિકથાનો ત્યાગ કરવો અથવા તેવી વાતોમાં અનુમોદન આપવું નહીં. તેમ કરવાથી જૂઠું બોલવાનો પ્રસંગ આવે છે.” -બો.૧ (પૃ.૧૩) I/૨૨ા. “ભલું થયું મેં પ્રભુગુણ ગાયા વારસનાનો ફલ લીઘો રે; દેવચંદ્ર કહે મહારા મનનો, સકલ મનોરથ સીધો રે. ભવિક જન હરખોરે, નીરખી શાંતિ નિણંદ. ભવિક૦૮ સંક્ષેપાર્થ – હે પ્રભુ! ભલું થયું કે આજે મેં આપના ગુણોનું કીર્તન કર્યું. તેથી હું આ રસના એટલે જીભ મળ્યાનું ફળ પામ્યો, અર્થાત્ જીભ પણ આજે આપના ગુણગાન કરીને કૃતાર્થ થઈ. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે આજે મારા મનના સકલ કહેતા સર્વ મનોરથો સિદ્ધ થયા.” //૮ી -ચૈત્યવંદન ચોવીશી (અર્થ સહિત) ભાગ-૧ (પૃ.૨૦૮) ભગવાનના દર્શન કરવાથી નેત્ર પવિત્ર થાય “જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહિજ નયન પ્રઘાન, જિ. જિનચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ. જિ. શ્રી સંક્ષેપાર્થ :- જે પ્રસન્ન ચિત્તે પ્રભુની વીતરાગ મુખમુદ્રાના દર્શન કરે છે તે જ નયન પ્રદાન એટલે શ્રેષ્ઠ છે ઘન્ય છે, તથા એવા જિનેશ્વરના ચરણ-કમળમાં જેનું મસ્તક નમે છે તે જ મસ્તક પ્રમાણભૂત છે અર્થાત્ સાર્થક છે. કારણ કે તેની આજ્ઞા મસ્તકે ઘારણ કરનાર જીવ જ મોક્ષનો અધિકારી થાય છે.” રા -ચૈત્યવંદન ચોવીશી (અર્થ સહિત) ભાગ-૨ (પૃ.૧૦૨) પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૧” માંથી - જેવા ભાવ તેવા પ્રભુ ફળ “જેવા ગુણ પ્રભુના કહ્યા, તેવી જ જિનમુદ્રા ય; સ્થિર સ્વરૂપ, રાગાદિ વિણ, ધ્યાનમૂર્તિ દેખાય. ૧૪ ૨૦૪

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240