________________
‘વચન નયન યમ નાહીં’.....
અર્થ :— શાસ્ત્રોમાં પ્રભુના જેવા ગુણ કહ્યા છે તેવાં જ જિનમુદ્રામાં જણાય છે. ભગવાન રાગદ્વેષથી રહિત હોવાથી સ્વસ્વરૂપમાં સ્થિત છે. તેવી જ ભગવાનની મૂર્તિ પણ ધ્યાનાવસ્થામાં સ્વસ્વરૂપમાં સ્થિત જણાય છે. ।૧૪। કૃત્રિમ, કારીગર-રચિત, જિનવરબિંબ ગણાય; તો પણ તેના દર્શને પ્રભુ-ભાવે ઉર જાય. ૧૫
અર્થ :– જિનેશ્વર ભગવાનની પ્રતિમા તે કૃત્રિમ, કારીગર દ્વારા બનાવેલ હોવા છતાં પણ તેના દર્શન કરવાથી પ્રભુના શુદ્ધ ભાવોમાં આપણું મન જાય છે. ।।૧પપ્પા
એ ઉપર દૃષ્ટાંત છે; સુણ, ભૂપતિ ગુણવાન; વેશ્યા-શબ સ્મશાનમાં, ત્યાં મુનિ, વ્યસની, શ્વાન. ૧૬
=
અર્થ :– એના ઉપર એક દૃષ્ટાંત છે કે હે ગુણવાન એવા રાજા ! તું સાંભળ. સ્મશાનમાં એક વેશ્યાનું મડદું પડેલું હતું. ત્યાં મુનિ, વ્યસની અને શ્વાન એટલે કૂતરાનું આવવું થયું. ॥૧૬॥ શબ ખાવા કૂતરો ચહે, વ્યસનીમન લોભાય
જીવતી ગણિકા હોય તો વાંછિત ભોગ પમાય. ૧૭
અર્થ :– તે મડદાને કૂતરો ખાવા ઇચ્છે છે, વ્યસનીનું મન તે વેશ્યામાં આસક્ત થાય છે કે જો આ ગણિકા એટલે વેશ્યા જીવતી હોત તો હું એના વડે ઇચ્છિત ભોગ પામી શકત. ।।૧૭।।
૨૦૫