Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 211
________________ વચન નયન યમ નાહીં. ઘારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંઘ કાઢી નાખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું.” (પૃ.૬૭૬) વચન નયન યમ નાહીં'. બોઘામૃત ભાગ-૧' માંથી – “કર્મ બાંધવાના મુખ્ય કારણ વચન અને નયન' “મુમુક્ષુ–“વચન નયન યમ નાહીં.” એનો શો અર્થ હશે? પૂજ્યશ્રી-કર્મ બાંધવામાં મુખ્ય કારણ વચન અને નયન છે. કોઈથી વેર બાંધે તો વચનથી જ બાંધે છે. કોઈને ખરાબ વચન કહે તો કર્મ બાંધે. આંખથી દેખીને રાગ-દ્વેષ કરે તેથી કર્મબંધ થાય છે. તેનો હે ભગવાન! મારાથી સંયમ થઈ શકતો નથી. (બો.૧ પૃ.૧૪૮) વઘારે બોલ બોલ કરે તો જ્ઞાન ઉપર આવરણ આવે એક ભાઈ–વાણીનું સંયમન શ્રેયરૂપ છે.” (૪૭૯) એટલે શું? પૂજ્યશ્રી–મન, વચન, કાયા એ કર્મ બાંઘવામાં મુખ્ય કારણ છે. તેમાં વચન છે તે વિશેષ કર્મ બાંઘવાનું કારણ છે. વચનને દૂરથી સાંભળીને પણ જીવ કર્મ બાંધે છે. વચનનો સંયમ રાખવા જેવો છે. જરૂર પડે તેટલું જ બોલવું. ઘણા લોકોને ટેવ હોય છે કે નકામું બોલ્યા કરે, જેમાં કંઈ માલ ન હોય તેવું પ્રયોજન વિના બોલ્યા કરે. વચનવર્ગણા છે તે જ્ઞાનને આવરણ કરનાર છે માટે જરૂર પૂરતું બોલવું. હું કંઈ જાણતો નથી, મારે સમજવાનું છે એમ રાખવું. વ્યવહારમાં પણ કહેવાય છે કે બોલવા માટે જીભ તો એક જ આપી છે, પણ સાંભળવા માટે કાન બે આપ્યા છે. બોલવા કરતાં વધારે સાંભળવું. મને સમયે સમયે અનંત કર્મ બંઘાય છે એવો ભય લાગ્યા વિના એ ન થાય.” -જૂનું બો.૧(પૃ.૬૭) બોલવું ઓછું સાંભળવું વધારે વઢકણીરાણીનું દૃષ્ટાંત – એક શહેરમાં રાજાની રાણી વઢકણી હતી. ગમે તેની સાથે વઢવાડ કરે ત્યારે જ એને શાંતિ વળે. ગામના લોકો કંટાળી ગયા. તેથી રાજાને ફરિયાદ કરી. ત્યારે રાજાએ કહ્યું કે ગામમાંથી દરેકના ઘરમાંથી પ્રતિદિન એક જણ આવી રાણી સાથે વઢવાડ કરવી. એમ વારો બાંધ્યો. વારા પ્રમાણે એક ડોશીનો વારો આવ્યો. તેને ત્યાં છોકરાની વહુ તરત પરણીને આવી હતી. તેણે ડોશીને કહ્યું કે, માજી! તમારા બદલે મને જાવા દ્યો. સાસુએ ના પાડી કે તું તો નાની છે, તારું કામ નહીં. છતાં આગ્રહ કરવાથી સાસુએ જવાની રજા આપી. તે ગઈ ત્યારે સાથે એક શેર ચણા લેતી ગઈ અને થોડી મોડી ગઈ. તેથી રાણી વઘારે ક્રોધે ભરાણી અને વહુને ગમે તેમ બોલવા લાગી. પણ તે વહુ તો બોલી જ નહીં. રાણી જ્યારે ખૂબ બોલી ચૂપ રહી ૨૦૭

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240