Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 205
________________ કરે બાહ્ય પર રાગ’..... છે, અને ત્યાર પછી ક્ષાયિક ભાવની રત્નત્રયરૂપ સંપદા પ્રાપ્ત થાય છે.” ઇત્યાદિ દેવના કરેલા ઉપદેશથી રાજા પોતાના સમગ્ર કુટુંબ સહિત પ્રતિબોઘ પામ્યો; એટલે તેમણે શ્રીમાનું સંભવનાથ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહાનંદપદની સાઇનામાં પ્રવર્યા. અનુક્રમે મહાનંદપદ પ્રાપ્ત કર્યું.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫ (પૃ.૧૦૩) ‘કરે બાહ્ય પર રાગ'... બોઘામૃત ભાગ-૧'માંથી - પુણ્યથી પૈસા મળે પણ ઘન વધે તેમ પાપ જ વધે છે “પુણ્યને લઈને પૈસા મળી આવે, પણ એને સારા માનવા નથી. પાપને પાપ જ જાણવું છે. અઢાર પાપસ્થાનકમાં પરિગ્રહને પાપ કહ્યું છે. માન્યતા સાચી ન થાય ત્યાં સુધી મોક્ષ થાય નહીં. ઘન વધે તેમ પાપ જ વધે છે, એમ જાણવું. લક્ષ્મી બઘી ક્ષણિક છે. “લક્ષ્મી અને અધિકાર વઘતાં શું વધ્યું તે તો કહો!” અહીંથી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે શું સાથે આવે? પાપ આવે.” -બો.૧ (પૃ.૫૯૦) પૈસા પરથી રુચિ ઘટે તો પુરુષોનાં વચનો વાંચવાનો વખત મળે “માટે કૃપાળુદેવનું શરણું લેવું.... પૈસા પરથી રુચિ ઓછી થાય તો સલ્લાસ્ત્રમાં રુચિ થાય. સપુરુષોનાં વચનો વાંચવા, વિચારવાં, શ્રદ્ધવાં. શ્રદ્ધવામાં કંઈ પૈસા બેસતા નથી. ગમે તેવી કમાણી થતી હોય પણ આપણે જે વાંચવાનો નિયમ રાખ્યો હોય તે ન છોડવો. પુણ્યના ઉદયને લીધે બધું દેખાય છે. પાપ આવે ત્યારે બધું પકડી રાખે તોય ન રહે, જતું રહે. કર્મ છે એમ બોલે છે પણ તેવી શ્રદ્ધા જીવને નથી. હું કરું છું એમ થાય છે. ઘનને સારું માને છે. તેથી એનાં વખાણ કરે છે. બીજાને લૂંટી લાવી એકઠું કર્યું હોય તે બધું જતું રહેવાનું છે. ચક્રવર્તીઓને ત્યાં પણ રહ્યું નથી. થોડા વખતમાં બધું જતું રહેવાનું છે. ભવરોગ વધે એવું કરે છે. અનીતિ વગેરે કરી પાપ વઘારે છે. અનીતિ કરી પૈસા એકઠા કરે છે તેથી પાપ કરી નરકમાં જાય છે. એ ઊલટો રસ્તો છે, દુઃખી થવાનો રસ્તો છે, સીઘો રસ્તો નથી.” - બો.૧ (પૃ.૫૯૦) “તુજ વિયોગ ફુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહિં.” ૧૧ અર્થ - “તારા પર પ્રેમ આવ્યો હોય તો વિરહનો પરિતાપ થાય અને વિયોગ સુરે. પણ આવો ખેદ મને થતો નથી. અથવા તારો વિયોગ પણ મનમાં સ્કુરતો નથી. વચનનો અને નયનનો સંયમ પણ ઘર્યો નથી. અનભક્ત એટલે જે ભક્ત ન હોય એવાથી ઉદાસભાવ તેમજ ગૃહાદિક કાર્યોમાં પણ ઉદાસ ભાવ થતો નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૭) ૨૦૧

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240