Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 195
________________ દેહેન્દ્રિય માને નહીં'. થાય છે. માટે કર્મની નિર્જરી, ઘીમે ઘીમે દેહને દમવાથી અને ઇન્દ્રિયોને નિયમમાં લાવવાથી થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૭૬) ઇન્દ્રિય વિષયો ભોગવી છૂટવાની ઇચ્છા રાખવાથી તે વધે પણ ઘટે નહીં. “વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂચ્છ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાઘતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય.” (વ.પૃ.૪૬૧) વિષયો ભોગવવાથી તૃષ્ણા વઘે પણ ઘટે નહીં મઘુબિંદુનું દ્રષ્ટાંત - “કોઈ પુરુષ સાર્થથી ભૂલો પડી મોટા અરણ્યમાં પેઠો. ત્યાં જાણે સાક્ષાત્ યમરાજ હોય તેવા કોઈ હસ્તીએ તેને અવલોકન કર્યો. તે ઉન્મત્ત હાથી તે પુરુષની સામે દોડ્યો. તેના ભયથી દડાની જેમ ઉછળતો ને પડતો તે પુરુષ નાઠો. થોડે જતાં આગળ એક કૂવો જોવામાં આવ્યો. તેથી તેણે વિચાર્યું કે, “આ હાથી જરૂર મારા પ્રાણ લેશે, તેથી આ કૂવામાં પૃપાપાત કરવો સારો.” આવું ઘારી તે કૂવામાં પડ્યો. તે કૂવાના કાંઠા ઉપર એક વડનું વૃક્ષ ઊગ્યું હતું. તેની વડવાઈઓ કૂવામાં લટકી રહી હતી, તેથી પડતો એવો તે પુરુષ તે વડની વડવાઈ સાથે વચમાં લટકી રહ્યો. તેણે નીચે દ્રષ્ટિ નાખીને જોયું તો કૂવાની અંદર જાણે બીજો કૂવો હોય તેવો એક અજગર મુખ ફાડીને જોવામાં આવ્યો. વળી તે કૂવાના ચારે ખૂણામાં ઘમણની જેમ ફૂંફાડા મારતા ચાર સર્પો જોવામાં આવ્યા. ઉપર નજર કરતાં તેણે આલંબન કરેલા વડની શાખાને છેદવાને માટે કાળા અને ઘોળો એવા બે ઉંદર પોતાના કરવતના જેવા દાંતથી પ્રયત્ન કરતા નજરે પડ્યા. તેમજ ઉન્મત્ત ગજેન્દ્ર પણ તેને મારવાને માટે વડની શાખાને સુંઢવડે વારંવાર હલાવવા લાગ્યો. તેથી તે વૃક્ષની શાખા ઉપર રહેલા એક મઘપૂડામાંથી ઉડીને કેટલીક મક્ષિકાઓ પેલા પુરુષને દંશ કરવા લાગી. આ પ્રમાણેની પીડાથી દુઃખી થતા તે પુરુષે કૂવામાંથી નીકળવાને માટે ઊંચુ મુખ કર્યું. તેવામાં પેલા મઘપૂડામાંથી મઘના બિંદુ ટપકવા લાગ્યા. તે પેલા પુરુષના લલાટ ઉપર પડીને મુખમાં આવ્યા, તેનો સ્વાદ પામીને તે સુખ માનવા લાગ્યો. તે વખતે કોઈ વિદ્યાઘર તેને આપત્તિમાંથી મુક્ત કરવાને માટે વિમાન સહિત ત્યાં આવી કૃપાથી બોલ્યો કે, “હે મનુષ્ય! ચાલ, આ વિમાનમાં બેસીને સુખી થા.” તેણે કહ્યું કે, “હે દેવ! ક્ષણવાર રાહ જુઓ, એટલામાં હું આ મથના બિંદુ ચાટી લઉં.” પછી વિદ્યાઘરે ફરીવાર પૂછ્યું, તથાપિ તેણે તેવોજ જવાબ આપ્યો. છેવટે વિદ્યાઘર કંટાળી પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. ઉપરના દ્રષ્ટાંત વિષે એવો ઉપનય છે કે, જે ઉન્મત્ત હાથી તે મૃત્યુ સમજવું. તે સર્વ જીવોની ૧૯૧

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240