Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 202
________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન સંભવનાથ પ્રભુનો ઉપદેશ સાંભળી બાહ્ય કુટુંબાદિ પરના રાગને ત્યજ્યો સુભાનુકુમારનું દૃષ્ટાંત – “આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશમાં સુવપ્રા નામે પુરી છે, તેમાં અરિદમન નામે રાજા હતો. તેને ઘારિણી નામે પટ્ટરાણી હતી. તેને દેવસમાન કાંતિવાળો સુભાનુ નામે કુમાર થયો હતો. તે કુમાર યુવાવસ્થા પામ્યો ત્યારે તેને તેના પિતાએ રૂપ, લાવણ્ય અને કળાવાળી એકસો કન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિષયસુખ ભોગવતો સુભાનુકુમાર સુખે સુખે દિવસો નિર્ગમન કરતો હતો. એકદા શ્રી સંભવનાથ સ્વામી તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે વૃત્તાંત વનપાળે આવીને સુભાનુકુમારને કહ્યો કે ‘અનેક કેવળી, અનેક વિપુલમતિ, અનેક ઋજુમતિ અનેક અવધિજ્ઞાની, અનેક પૂર્વઘર, અનેક આચાર્ય, અનેક ઉપાઘ્યાય, અનેક તપસ્વી, અનેક નવદીક્ષિત મુનિઓ તથા અનેક દેવદેવીઓથી પરિવરેલા સર્વજ્ઞ, સર્વદર્શી અને આકાશમાં જેમની આગળ ધર્મચક્ર ચાલે છે એવા શ્રી સંભવનાથ સ્વામી આપણા ઉદ્યાનમાં સમવસર્યા છે.’ તે સાંભળી સુભાનુકુમાર પોતાની સોએ સ્ત્રીઓ સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા નીકળ્યો; અને સમવસરણમાં રહેલા પ્રભુને વંદના કરીને વિનયપૂર્વક યોગ્યસ્થાને બેઠો. તે વખતે સ્વામીએ દેશનાનો આરંભ કર્યો કે - “સર્વ ધર્મને વિષે મુખ્ય હેતુ પરભાવનો ત્યાગ કરવો તેજ છે.’’ ઇત્યાદિ અનેક યુક્તિવાળા ઉપદેશને સાંભળીને ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમવડે ૧૯૮

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240