Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 196
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન પછવાડે ભમ્યા કરે છે. અને જે કૂવો કહ્યો તે સંસાર જાણવો, તે ગમનાગમનરૂપ જળથી ભરેલો છે. જે અજગર તે ભયંકર નરકભૂમિ સમજવી. ચાર ખૂણે જે ચાર કે સર્પો હતા, તે ક્રોધાદિ ચાર કષાયો જાણવા અથવા ચાર ગતિ જાણવી. જે વડવૃક્ષ તે મનુષ્યનું આયુષ્ય સમજવું. જે કાળો અને ઘોળો બે ઉંદર કહ્યા તે મનુષ્યના આયુષ્યને છેદન કરનારા શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ સમજવા. જે માખીઓ તે પુત્ર, પુત્રી વર, અતિસાર, વાયુ વિગેરે વ્યાધિઓ સમજવા. અને જે મઘુબિંદુ તે વિષયરાગ સમજવો, કે જે માત્ર ક્ષણવાર સુખાભાસ કરાવનાર છે. જેથી કામરાગ શમતો નથી પણ વિશેષ વર્ધમાન થાય છે. માટે વિષયાદિ પદાર્થને વશ ન થતાં તેને જિતવાથી જ શાશ્વત એવું આત્માનું મોક્ષસુખ મેળવી શકાય છે.” (ઉ.પ્રા.ભા.ભાગ-રના આઘારે) ઇન્દ્રિયના વિષયો તુચ્છ લાગે તો લુબ્ધતા ન થાય “પ્ર—પાંચ ઇન્દ્રિયો શી રીતે વશ થાય? ઉ–વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી થોડી વાર રહી નાશ પામે છે રમાઈ જાય છે, તેથી કાંઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છભાવ આવવાથી ઇંદ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી. પાંચ ઇંદ્રિયોમાં જિલ્લા ઇંદ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇંદ્રિયો સહેજે વશ થાય છે.” (વ.પૃ.૯૮૮) શરીરને પુષ્ટ કરવાના ભાવથી, આહાર કરે તો માંસ ખાવા બરાબર આ વખતે અમને (પ્રભુશ્રીજી આદિ મુનિઓને) ઇન્દ્રિય નિગ્રહ સંબંઘી અમાપ બોઘ પરમ કૃપાળુદેવે કર્યો હતો. અને કહેવામાં આવ્યું હતું કે જે આહાર માંસને વઘારે છે તેવો શરીરને પુષ્ટ કરનારો આહાર તે માંસ ખાવા બરાબર છે. આ બોઘની ખુમારી દીર્ઘકાળ સુઘી રહી હતી.” (પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧ (પૃ.૫૯) અનાદિનો પાંચ ઇન્દ્રિયોના વિષયોનો મોહ અટકાવવો જરૂરી “જેથી ખરેખર પાપ લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે, પોતાથી બને તેવું છે તે રોતો નથી; ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કર્યે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંઘ ને સ્પર્શનો મોહ રહ્યો છે. તે મોહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે.” (વ.પૃ.૭૦૭) ઇન્દ્રિયોને વિષયોમાં છૂટી મૂકવાનો મોહ અટકાવવો સુભદ્રનું દૃષ્ટાંત – “શ્રી રાજગૃહ નગરમાં કોઈ શેઠનો પુત્ર સુભદ્ર નામે હતો. તે જન્મથી જ દરિદ્રીપણું પામેલો હોવાથી નિરંતર ભિક્ષાવૃત્તિથી ઉદર નિર્વાહ કરતો હતો. એકદા તે નગરમાં શ્રી મહાવીરસ્વામી ગુણશીલ વનમાં સમવસર્યા. તે પરમાત્માને વાંચવા માટે રાજા તથા સર્વ પીરજનો જતા હતા. તે જોઈને તે સુભદ્ર પણ સર્વ જનની સાથે પ્રભુ પાસે ગયો. ત્રણ ભુવનને ૧૯૨

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240