________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
સાહેબજીએ જણાવ્યું કે “બીજો તેમ કરશે તો?” ત્યારે મેં કહ્યું કે બીજાથી જ તેમ કૃત્રિમ થઈ શકે નહીં. સાહેબજીએ ફરીથી જણાવ્યું કે “એવી તમોને ક્યાંથી
ખાતરી થઈ કે તમો સન્દુરુષને બરોબર ઓળખો છો?” ત્યારે મેં જણાવ્યું કે સાહેબજી, આપશ્રીના સમાગમમાં આવીને મારા મનને એવી ઇચ્છા કે લાલચ નથી થઈ કે હું ખાવાપીવાના સુખની સામગ્રી કે પૈસા વગેરે મેળવી સંસાર-વ્યવહારમાં સુખી થાઉં, તો પછી આપશ્રીની પૂંઠે અમો ચાલતા હોઈશું તે શાને માટે? તેથી મને ચોક્કસ ખાતરી થઈ છે કે આપશ્રી સપુરુષ છો અને આપશ્રીના આશ્રયે આવવાથી જરૂર કલ્યાણ થશે જ, એવું મારું દૃઢપણે માનવું છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૯૦)
જ્ઞાની પુરુષે બતાવેલી આજ્ઞા આરાઘી તો કલ્યાણ ચિલાતીપુત્રનું દૃષ્ટાંત - “ચિલાતીપુત્ર હાથમાં શેઠપુત્રીનું મસ્તક લઈને રુધિરથી વ્યાસ શરીરવાળો છતાં ઉતાવળથી માર્ગ કાપતો હતો, તેવામાં તેણે કાયોત્સર્ગે રહેલા એવા એક શાંત મુદ્રાવંત મુનિને દીઠા; મુનિને જોઈને તે બોલ્યો “હે મુનિશ્વર! જલ્દી ઘર્મ કહો, નહીં તો હું આ સ્ત્રીના મસ્તકની પેઠે તમારું મસ્તક પણ છેદી નાખીશ.”
0 11 12(
C
BF/
ર
If115
=
.
૪
૫૪