________________
જોગ નથી સત્સંગનો.....
જેમાં આત્મા ઠરી રહે એવા સત્સંગ પ્રત્યે
જીવની રુચિ નથી એ આશ્ચર્ય છે “જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાઘારણ સોપારી જેવું સારા * રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તોપણ તે ઓછું છે. જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઇચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાતિને કારણે જીવો તેનું અદ્ભુત માહાસ્ય કહે છે; અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાઘન તેને વિષે કંઈ આગ્રહ–રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે.” (વ.પૃ.૩૮૦)
ઘાર્મિક કથા મુખ્ય સત્સંગમાં રહી; પણ જીવને માહાભ્ય નથી “પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો.
ઘર્મકથા લખવા વિષે જણાવ્યું તો તે ઘાર્મિક કથા મુખ્ય કરીને તો સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહાસ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી.
કલ્યાણના માર્ગનાં સાઘન કયાં હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી.” (વ.પૃ.૨૧૯)
સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું ઉત્પન્ન થાય ૬. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાઘન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૬૯)
સત્સંગને પરમહિતકારી જાણી પરમ સ્નેહે ઉપાસવા યોગ્ય ૭. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ય ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.”
| (વ.પૃ.૪૬૯) બીજા સાઘનને ગૌણ કરી પ્રથમ સત્સંગ જ ઉપાસનીય “૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાઘનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ સત્સંગ જ
૧૦૧