________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
જે ભક્તિ, વાંચન, વિચારણા, સ્મરણ વિશેષ કરે તેને વિશેષ લાભા
“કોઈ પર રાગ-દ્વેષ ન કરવો. એમ સમભાવથી વર્તાય તો તે વીમો ઉતાર્યો ન કહેવાય. વીમો ઉતાર્યો હોય તો દર માસે કે વર્ષે અમુક રૂપિયા ભરવા પડે તેમ અહીં દરરોજ કે આખો વખત જેટલી ભક્તિ, વાંચન, વિચારણા, આત્માની ઓળખાણ સદ્ ગુરુસાક્ષીએ થાય તેટલું લેખે છે. જે જેટલું વધારે કરે તેટલો તેનો વીમો મોટો.” (ઉ.પૃ.૪૪૫) ભક્તિમાર્ગ પ્રવેશ નહીં'..... બોઘામૃત ભાગ-૧' માંથી :
સંસાર ઉપરનો પ્રેમભાવ ઊઠી સન્દુરુષ ઉપર થાય તે ભક્તિ “મુમુક્ષુ—ભક્તિ એટલે શું? પૂજ્યશ્રી–સંસારથી વૃત્તિ ઊઠીને સપુરુષ ઉપર થાય તે ભક્તિ છે. પ્રભુશ્રીજીના બોઘમાં આવ્યું હતું કે “ભક્તિ એ ભાવ છે.” સંસાર ઉપર જે પ્રેમભાવ છે તે ઊઠી સપુરુષ ઉપર તેવો ભાવ થાય તે ભક્તિ છે.” -બો.૧ (પૃ.૧૩૨)
ગુરુ આત્મજ્ઞાની હોય તો દેવ અને ઘર્મનું સાચું સ્વરૂપ સમજાય પૂજ્યશ્રી- “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય-પ્રયોગ;
અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” “જે સદ્ગુરુ છે તેની ભક્તિ કોઈ પુણ્યવાનને જાગે છે. જ્ઞાનીની આજ્ઞાએ ઘર્મ થાય છે. ‘મારે ઘો'. આચાર્યના ગુણો, ભક્તિ કરતાં હૃદયમાં ઘારણ કરવા. જેટલું બહુમાનપણું ગુણો પ્રત્યે હોય, તેટલી ગુરુભક્તિ થાય. ગુરુ શબ્દ સાંભળતા જ ગુરુનાં બઘા ગુણો સાંભરે તે ગુરુભક્તિ છે. દેવ અને ઘર્મનો આઘાર ગુરુ છે. ગુરુ હોય તો દેવ અને ઘર્મ સમજાય, નહીં તો ન સમજાય.” (બો.૧ પૃ.૧૯૨)
મંદિર છે તે સમવસરણ છે અને બેઠા તે મારા પ્રત્યક્ષ ભગવાન છે “મુમુક્ષુ–“સમાધિસોપાન'માં આવે છે કે પ્રતિમાને વંદન કરવું, નમસ્કાર કરવા, પૂજા કરવી વગેરે, તે પ્રત્યક્ષ વિનય છે, ભગવાન તો પ્રત્યક્ષ નથી તો પ્રત્યક્ષ વિનય કેમ કહેવાય?
પૂજ્યશ્રી–ભાવ પ્રત્યક્ષના કરવાના છે. ભગવાન તીર્થકર જ્યારે વિચરતા હતા, ત્યારે આ જીવ ક્યાંય એકેન્દ્રિયાદિમાં ભટકતો હશે અને હવે મનુષ્યભવ મળ્યો છે, પણ તેવો યોગ નથી. તે માટે ભગવાનના મંદિરમાં જઈને ભાવના કરવી કે સાક્ષાત ભગવાન વિરાજ્યા છે. આ મંદિર છે તે સમવસરણ છે એમ જાણીને ભક્તિ કરવી. કષાય ઘટાડવાના છે.” (બો.૧ પૃ.૧૯૫)
સદેવ, ગુરુ, ઘર્મ પ્રત્યેનો રાગ તે પ્રશસ્ત રાગ છે “જ્ઞાની પ્રત્યે વિશેષ ભાવ, ભક્તિ થાય તે પ્રશસ્ત રાગ છે. દેવ, ગુરુ, ઘર્મ પ્રત્યે રાગ તે
૧૬૦