________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાઘવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી
પરિભ્રમણ કર્યું છે.” (વ.પૃ.૨૫૯), જ્ઞાનપ્રાપ્તિનો સુગમ ઉપાય ભક્તિમાર્ગ, સર્વ અશરણને શરણરૂપ મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિત્ર્ય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સપુરુષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે.” (વ.પૃ.૪૯૧)
જ્ઞાનીની ભક્તિ કર્યા વિના ઉપદેશ પરિણમે નહીં, માટે ભક્તિ અવશ્ય કર્તવ્ય
“જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પરુષોએ કહ્યું છે.” (વ.પૃ.૨૬૩)
- સાચી ભક્તિ હોય તો દેહદુ:ખ ગણે નહીં નાભા ભગતનું દ્રષ્ટાંત :- “નાભો ભગત હતો. કોઈકે ચોરી કરીને ચોરીનો માલ ભગતના ઘર આગળ દાટ્યો. તેથી ભગત પર ચોરીનો આરોપ મુકી કોટવાળ પકડી ગયો. કેદમાં નાખી, ચોરી મનાવવા માટે રોજ બહુ માર મારવા માંડ્યો. પણ સારો જીવ, ભગવાનનો ભક્ત એટલે શાંતિથી સહન કર્યું.
૧૫૬