________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
fe - “શ્રીમદ્ રાજચંદ્રમાંથી -
શુદ્ધ નિર્મળ એવો આત્મા અન્ય સંયોગવશ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાભ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી.” (વ.પૃ.૭૮૯)
મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું “નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે :
મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે;
સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પોતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. આ વચન સાપેક્ષ છે.” (વ.પૃ.૬૬૭)
કેટલાક મુખ દુરાચારમાં, વિષયમાં માનવદેહ ગુમાવે એ જ અવિવેક “કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ દેહ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લેવો અવશ્યનો છે. કેટલાક મુખ દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનરરૂપ જ છે. મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ઘર્મમાં ત્વરાથી સાવઘાન થવું.” (વ.પૃ.૧૦)
એવો નથી વિવેક'..... પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨' માંથી -
“મૂઢ બાળ, ઉન્મત્ત કહ્યા જે લહે નહીં વિવેક અહો!
કનક-થાળમાં ધૂળ ભર્યા સમ વિષય-વાસના દેખ અહો! શ્રી રાજ અર્થ :- જે હિતાહિતના વિવેકને પામતા નથી તેને પુરુષોએ મૂઢ, બાળ એટલે અજ્ઞાની અને ઉન્મત્ત એટલે ગાંડા કહ્યાં છે. કેમકે તે કનક એટલે સોનાના થાળમાં ઘૂળ ભર્યા સમાન આ અમૂલ્ય માનવદેહનો સમય ધૂળ સમાન વિષય વાસનામાં ગાળે છે. લો.
૧૨૨