________________
આપ તણો વિશ્વાસ દૃઢ'....
(શ્રી ગાંડાભાઈ ભાઈચંદ ખંભાતના પ્રસંગમાંથી)
પરમકૃપાળુદેવ પ્રત્યે વૃઢ વિશ્વાસ
તેથી તેમની કરેલી આજ્ઞાથી પરમસંતોષ શ્રી ગાંડાભાઈનો પ્રસંગ :-“ત્યારબાદ સંવત ૧૯૫૪ની સાલમાં કૃપાનાથ શ્રી વસો પઘારેલા. તે સમાચાર સાંભળી હું ત્યાં ગયો હતો. અંતરથી એમ થાય કે તેમની અહોરાત્ર વાણી સાંભળું અને સેવામાં જ રહ્યું. બોઘ સાંભળવાથી મારું મન ઘણું જ રાજી હતું. ત્યાં મેં કૃપાનાથને પૂછ્યું કે મારે શું કરવું? ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે “તારે મોક્ષમાળા, ભાવનાબોઘ વાંચવા. તેમાં ક્ષમાપનાનો પાઠ વારંવાર વિચારવો, હંમેશાં “બહુ પુણ્ય કેરા’ નો પાઠ વિચારવો તથા પરમગુરુ”એ શબ્દની પાંચ માળાઓ ગણવી અને હંમેશાં થોડો વખત પણ નિયમમાં બેસવું.” આવી આજ્ઞાથી મને પરમ સંતોષ થયો હતો.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૨૭) આપ તણો વિશ્વાસ વૃઢ'... ઉપદેશામૃત' માંથી :
આત્માના સ્વરૂપની શ્રદ્ધા થઈ ગઈ તો બધું જ સવળું “આટલા બઘા બેઠા છે, પણ કોઈએ એકાંતમાં બેસીને નક્કી કર્યું છે? શ્રદ્ધા કરી છે? શ્રદ્ધાવાળો ઘનવંત છે. તેનું કામ થશે. એક શ્રદ્ધા દૃઢ કરી હોય તો બધું સવળું થઈ જાય. આત્માના સ્વરૂપની શ્રદ્ધા થઈ ગઈ હોય તો તેનું બધું જ સવળું થઈ જાય છે.” (ઉ.પૃ.૩૯૭) (પંડિત લાલનના પ્રસંગમાંથી -).
કૃપાળુદેવમાં આવી વૃઢ શ્રદ્ધા-વિશ્વાસ હોય તો અવશ્ય મોક્ષ થાય, પંડિત લાલનનો પ્રસંગ – “કૃપાળુદેવે જે માર્ગ કહ્યો છે, તેમાં આપણે અડગ શ્રદ્ધા કેળવીએ. ગુરુદેવમાં જેમ જેમ શ્રદ્ધા વધતી જાય તેમ તેમ આપણો ઉદ્ધાર નજીક છે. તે શ્રદ્ધા કેવી જોઈએ? ગૌતમસ્વામીને મહાવીર પ્રત્યે જેવી શ્રદ્ધા હતી, લઘુરાજસ્વામીને કૃપાળુદેવ પ્રત્યે જેવી શ્રદ્ધા હતી તેવી શ્રદ્ધા, તેવો પ્રેમ જોઈએ.
શ્રી ગૌતમસ્વામીનું દૃષ્ટાંત - એક વખત ગૌતમસ્વામી, પ્રભુ મહાવીરને પૂછે છે : “પ્રભુ! હું જે જે સાધુઓને દીક્ષા આપું છું તેને કેવળજ્ઞાન થઈ જાય છે, અને મને કેમ નથી થતું?” ભગવાન જવાબ આપે છે કે ગૌતમ, તને કેવળજ્ઞાન જરૂર થાય, પણ મારા ઉપર રહેલો રાગ તું છોડે ત્યારે.
ગૌતમસ્વામી નમ્રતાપૂર્વક જવાબ આપે છે કે પ્રભુ! મારે એવું કેવળજ્ઞાન નથી જોઈતું. મારે મન તો તમે જ મોક્ષ છો, કે જેના પ્રતાપે મને ઘર્મ સૂઝયો. મેં અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા, આથી મારી ગતિ તો નરકમાં જ હતી. તેમાંથી આપે મને ઉગાર્યો. એટલું જ નહીં સાથે સાચો ઘર્મ પણ બતાવ્યો. આપનો મોહ છોડવાથી જ જો કેવળજ્ઞાન થતું હોય તો તે મારે નથી જોઈતું.
૭૫