________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
/ \ આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.” (વ.પૃ.૧પ૨)
સ્વરૂપશુદ્ધિ ટકાવવા સત્સંગ સદેવ સેવવા યોગ્ય “અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે, તો તમને કેમ અભય હોય?”
| (વ.પૃ.૩૪૮) જ્ઞાની પુરુષ, મુમુક્ષુ પુરુષ કે માર્ગાનુસારી પુરુષનો સત્સંગ સદૈવ કર્તવ્ય “સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તોપણ સત્સંગને વિષે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદયજોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ “અમારા આત્માને વિષે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્યા કરે છે.” “સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યા જેવાં, સાવ પરના, ઉદાસીન જેવાં, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વભાવિકપણે ભાસે છે.” માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુપુરુષો, કે માર્ગાનુસારીપુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિષે પ્રતિબદ્ધપણું પામે છે.”
(વ.પૃ.૩૯૩) સર્વ વિકારથી મુક્ત મનને પણ સત્સંગનું બંઘન જરૂરી અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંઘ જેવું છે; કુટુંબથી, ઘનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંઘન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.” (વ.પૃ.૩૨૩)
કળિયુગ છે માટે અપૂર્વ એવા સત્સંગમાં જ નિરંતર રહેવું જરૂરી એક સમયે પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે.
કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અધંકાર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી.” (વ.પૃ.૩૦૪)
સત્સંગ અને સત્પરુષ વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં સત્સંગ ને સત્યસાઘન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.” (વ.પૃ.૭૦૩).
૯૦