________________
જોગ નથી સત્સંગનો'.....
દ્રવ્યાનુયોગમાં મૂળ આત્મા - આદિ દ્રવ્યોની વાતો આવે છે. તે, મન જ્યારે હું ને વૈરાગ્ય ઉપશમવાળું હોય ત્યારે વિચારવા યોગ્ય છે.
યથા સમયે તે તે ગ્રંથો વિચારવાથી વિશેષ લાભનું કારણ થાય છે. જોગ નથી સત્સંગનો'... શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :
જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે' “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવળિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અધોગતિમય મહા પાપ કરાવે છે. તેમજ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે, ઉત્તમનો સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે.”
(વ.પૃ.૭૫) ઉત્તમશાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે' “આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સપુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે.” (વ.પૃ.૭૫)
અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો' તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય બોઘ એવો કર્યો છે કે, સર્વ સંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવનો સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાનો પ્રવાહ નીકળે છે તે, ભાવે એક જ રૂપ હોવાથી ઘણાં માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે; અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે.” (વ.પૃ.૭૫)
જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ'
સત્સંગથી જે સુખ, આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં પુરુષોનાં ચરિત્ર પર વિચાર બંઘાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ છે.” (વ.પૃ.૭૫)
અચિંત્ય સત્સંગ મળે જીવ ન સુધરે તો તે અગિયારમું આશ્ચર્ય જ છે અચિંત્ય જેનું માહાસ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો