________________
ને પરમાદર નાહીં'....
ને પરમાદર નાહીં.
સપુરુષની અદ્ભુત દશા સમજાય તો પરમ આદરભાવ આવે
“સપુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યત્વદશા, ઉપશમદશા તે તો જે યથાર્થ મુમુક્ષ જીવ સત્પરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાનો લાભ શ્રી સભૂરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે તેમની પોતાની દિશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવિત નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. સપુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે.” (વ.પૃ.૬૪૭)
પ.પૂ.પ્રભુશ્રીજીનો પ્રસંગ – પરમકૃપાળુદેવના વચનો પ્રત્યે પરમ આદરભાવ
પરમકૃપાળુદેવનો પત્ર મળ્યા પછી અનુકૂળ વખત મળે ત્યારે જંગલમાં સ્વાધ્યાય વગેરે અર્થે જાય ત્યારે પ્રથમ નમસ્કાર આદિ વિનય કરી ઉલ્લાસભેર પત્ર ઉઘાડી મોતીના દાણા જેવા પરમકૃપાળુદેવના સ્વહસ્તાક્ષરો જોઈ પ્રભુશ્રીજીને રોમાંચ થઈ આવતો.
ઘીમે ઘીમે અમૃતના ઘૂંટડા ભરે તેમ બઘો પત્ર સહર્ષ વાંચી, ફરી વાંચતા. વળી ફરી ફરી વાંચી વિચારતા: સટુરુષના પરમ ઉપકારને, તેની નિષ્કારણ કરુણાને હદયમાં ખડી કરી અત્યંત ભક્તિભાવે તે પત્રના આશયને હૃદયમાં ઉતારતા.” (બો.૩ (પૃ. ૨૧૯)
એવો પરમ આદરભાવ પ.પૂ.પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવ પ્રત્યે હતો. ત્યારે જ આવું મોટું કામ આત્મહિતનું કરી શક્યા છે. (શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ કાવિઠાના પ્રસંગમાંથી )
પરમ આદરભાવથી પરમકૃપાળુદેવ ઉપર તડકો આવવા દીધો નહીં શ્રી ઝવેરભાઈનો પ્રસંગ - | શ્રી વડવા શ્રી પરમ કૃપાળુદેવ ભગવાન સાથે ૧-૨ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી ખંભાતથી હજારેક માણસ આવેલ હતું અને ૭ મુનિઓ પધાર્યા હતા, અને શ્રી પરમકૃપાળુદેવ ઉપર તડકો આવતો હતો તેથી " પૂ.રતનભાઈ અને પૂ.ત્રિભોવનભાઈ સૂરજ આડા ઊભા રહી શ્રી પરમ , કૃપાળુદેવ ઉપર તડકો આવવા દીધો નહીં.