________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
કુટુંબે વસવાટનો નિર્ણય તત્કાળ ફેરવ્યો અને ગાડા જોડી પાછા જવા નીકળ્યા. ગામના ઘરડાઓએ આ દ્રશ્ય જોયું ને પાછા વાળવા માણસ દોડાવ્યો.
કુટુંબના મુખીને પાછો વાળી લાવ્યા અને પૂછ્યું કે : “કેમ પાછા વળ્યા? અમારો કંઈ વાંકગુનો ?”
મહાજનો, તખ્તીઓ જોયા પછી મન ન થયું - મન ન માન્યું. જે ગામમાં કોઈ પાંચ વર્ષ પણ ન જીવે, ત્યાં છોરૂવાછરું થતાં રહેવું કઈ રીતે?
ભાઈ તમે ન સમજ્યા. અમારું ગામ તો સત્સંગી. ભગવાનની ભક્તિ કરીએ એટલું જ અમારું જીવ્યુ લેખે ગણાય, બીજું નહીં. એટલે સૌએ રોજ રોજ પ્રભુનામનું કીર્તન કર્યું હોય તે જ ઘડી નોંધે અને મારે ત્યારે એટલું જ જીવ્યો એમ લખાય. તે આ તખ્તીઓ ઉપર લખેલ છે. આ હૈયે બેસતું હોય તો તમે નિરાંતે ગાડાં પાછા વાળીને આવો. સત્સંગી ગામ જાણી તેઓ બઘા પાછા આવ્યાં ને જાત મહેનત કરી જીવ્યા અને સત્સંગ ભક્તિ કરીને ભવ તર્યા.” (સંતોના જીવનમાંથી)
“કોઈ પણ પ્રકારે સત્સંગનો ભોગ બને તો તે કર્યા રહેવું' “કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું. એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું, એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે.” (વ.પૃ.૩૨૩)
સત્સંગના અભાવમાં સમભાવ અથવા અદ્વેષભાવ રહે તેમ કરવું “મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાઘન અલ્પકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં જ આત્મસાઘન રહ્યું હોવાથી ગમે તેવાં માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાઘન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મના નિબંઘનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અવેષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે.”
(વ.પૃ.૩૪૮) “જીવને સત્સંગ એજ મોક્ષનું પરમ સાધન છે' “ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દ્રઢ માને છે; અને આર્યત્વને વિષે મતિ કરતો નથી.
માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાઘન છે.” (વ.પૃ.૨૮૭)
૯૨