________________
આપ તણો વિશ્વાસ દૃઢ'....
(શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈના પ્રસંગમાંથી )
પરમકૃપાળુદેવમાં શ્રદ્ધા કરી બોઘ અનુસાર
પુરુષાર્થ કરે તો કેવળજ્ઞાન થાય શ્રી ઘોરીભાઈનો પ્રસંગ - “સં.૧૯૫૨ની સાલમાં શ્રી મોક્ષમાળા વાંચવાથી પરમકપાળદેવ વિષે ભાવના જન્મી અને તે પુરુષને મળવાની જિજ્ઞાસા ઊપજી. તેમજ પૂજ્યશ્રી અંબાલાલભાઈ પાસે સારી પેઠે વાત સાંભળવાથી વિશેષ પ્રતીતિ થઈ. તેમનો બોઘ સાંભળતાં આત્માના પ્રદેશ પ્રદેશ રોમેરોમમાં તે પ્રસરી જતો. તેમનો એવો બોધ મળેલ છે કે જો ખરેખર વિચારી તેવો પુરુષાર્થ કરીએ તો કેવળજ્ઞાન ઊપજે!” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૪૬) આત્મામાં આત્મબુદ્ધિ તે સમ્યક્ શ્રદ્ધા. પરમાં સુખબુદ્ધિ તે વિપરીત શ્રદ્ધા
“સદ્ધ પરમ કુહા’ “શ્રદ્ધા બે પ્રકારે છે : એક સમ્યગુ શ્રદ્ધા અને બીજી વિપરીત શ્રદ્ધા.
સંસારમાં સુખ છે એવી માન્યતા, તથા દેહ, સ્ત્રી, પુત્ર, ગૃહ, ઘન, ઘાન્ય, રોગ, શોક, ક્લેશ, ક્રોધ, માન આદિ પરમાં હું અને મારાપણાની શ્રદ્ધા, માન્યતા એ સંસારની વિપરીત શ્રદ્ધા છે.
તે ફરીને “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ” એવી શ્રદ્ધા થાય તે પરોક્ષ શ્રદ્ધા છે. દેહ, સ્ત્રી, પુત્ર વગેરે મારાં નથી, રોગ આદિ મને નથી; હું માત્ર જ્ઞાતા-દ્રષ્ટા, જોનાર-જાણનાર, સર્વથી ભિન્ન, અવિનાશી, જ્ઞાનીએ જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો આત્મા છું - એ પરોક્ષ શ્રદ્ધા.” (ઉ.પૃ.૩૪૭)
સમ્યકુશ્રદ્ધાના બે ભેદ – પ્રત્યક્ષ શ્રદ્ધા અને પરોક્ષ શ્રદ્ધા પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો જીવ કોઈ સ્ત્રી, પુરુષ કે પદાર્થ ભાળે ત્યાં પ્રથમ આત્મા જુએ છે; પછી પર દ્રવ્ય જુએ છે. જેમકે, શ્રેણિક તે આત્મા છે તેવો પહેલો લક્ષ રાખી, શ્રેણિક “રાજા', ચેલણા રાણી', રાજગૃહી નગરી” વગરે વર્ણન કરે છે.
પરોક્ષવાળો પહેલાં દ્રશ્ય પદાર્થને જુએ છે. પછી વિચાર કરી, ‘દ્રશ્ય અને આત્મા જુદા છે', એમ ભેદ પાડે છે. પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય તેને પ્રત્યક્ષ શ્રદ્ધા છે. આ બન્નેની શ્રદ્ધા સભ્યશ્રદ્ધા છે.” (ઉ.પૃ.૩૪૭)
કહેવા માત્ર પરોક્ષથી કામ થાય નહીં, વેદનીય આદિ પ્રસંગે કસોટી થાય.
પરોક્ષ શ્રદ્ધાવાળો દ્વારની બહાર ઊભો છે; પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો અંદર પ્રવેશ્યો છે. પરોક્ષવાળો પગલું મૂકે તો અંદર, પ્રત્યક્ષમાં પ્રવેશે. પરોક્ષના ઘણા ભેદ છે. કહેવામાત્ર પરોક્ષથી કામ થાય નહીં. પરોક્ષ શ્રદ્ધાવાળાને રોગ, વેદનીય આદિ પ્રસંગોમાંથી કસોટી થાય છે. તેને પ્રસંગે પરોક્ષ શ્રદ્ધા બળવાન રહે અને ઉપયોગ જાગૃત રહે કે હું આ વેદનીય આદિનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા
૭૭