________________
“આપ તણો વિશ્વાસ દૃઢ’....
બાકી સર્વ માયા છે. દેહાદિ પરવસ્તુમાં મોહ ન કરવો.” (ઉપદેશામૃત પૃ.૧૯૭)
મારા ગુરુએ કહ્યું તે મને માન્ય એવી અડગ શ્રદ્ધા રાખવી
“કંઈ ન સમજાય તો મારા ગુરુએ કહ્યું તે માટે માન્ય છે, એમ ઉપયોગ રાખવો. અંજન આદિ ચોર મહાપાપના કરનારાઓનો પણ તે શ્રદ્ધાથી ઉદ્ધાર થયો હતો; માટે વચન પ્રત્યે અડગ પ્રતીતિ રાખવી.” (ઉ.પૃ.૪૯૨)
- પરમ પુરુષની શ્રદ્ધા આવી તેનો અવશ્ય મોક્ષા રસ્તે ચડવા માટે પરમ પુરુષની શ્રદ્ધાની જરૂર છે. જેને તે આવી તેનો અવશ્ય મોક્ષ થશે. ઘણા ભવ્ય જીવોનું કલ્યાણ થવાનું છે. એમાં કંઈ પૈસાની કે પદવીની જરૂર નથી, માત્ર શ્રદ્ધા કરવાની જરૂર છે. જે તેમ કરશે તે ગમે તેવો હશે તો પણ ઉત્તમ પદ પામશે. મેં નથી જાણ્યો તો મેં માન્યા છે તે પુરુષે તો આત્મા જાણ્યો છે એટલી પ્રતીતિ પણ બહુ લાભકારી છે.” (ઉ.પૃ....)
પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને જ મારું સર્વસ્વ માનું “શ્રદ્ધા એવી દ્રઢ કરવી કે હવે હું કોઈ બીજાને ન માનું. મારો આત્મા જે જ્ઞાનીએ જોયો છે તેવો જ છે. મેં જોયો નથી; પણ જ્ઞાનીએ જોયો છે. તેમની આજ્ઞાએ મને ત્રિકાળ માન્ય છે. તે જ્ઞાની એ પરમ કૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે; તે મને સદા કાળ માન્ય હો. હવે તે જ મારું સર્વસ્વ માનું. તેમના સિવાય બધું પર માનું.” (ઉ.પૃ.૪૪૫) (૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ જુનાગઢથી લખેલા પત્રમાંથી )
એક પરમકૃપાળુદેવની અખંડ શ્રદ્ધાથી આત્માનું સુખ અનુભવે છે “અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જાતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે, કોઈને જણાવવાની જરૂર નથી.” (ઉ.પૃ.૧૬)
આત્મા જ્ઞાનીએ જાણ્યો તે માન્ય, એવી શ્રદ્ધા રાખશે તેનું કલ્યાણ “આત્મા ત્રણ લોકમાં સાર વસ્તુ છે. આત્મા શા વડે ગ્રહાય? ઉપયોગ વડે ગ્રહાય. આત્મા જ્ઞાનીએ જાણ્યો તે માટે માન્ય છે. આ શ્રવણ, બોઘ પ્રત્યે અવિચલ શ્રદ્ધા રહેશે તેનું કલ્યાણ છે.”
(ઉ.પૃ.૪૯૨) સપુરુષનો બોઘ વારંવાર સાંભળે તો શ્રદ્ધા, વિશ્વાસનો રંગ ચઢે “મનુષ્યભવ પામીને કર્તવ્ય છે રંગ વિશ્વાસનો, પ્રતીતિનો, શ્રદ્ધાનો, આસ્થાનો; તેમાં જ તણાઓ. કોઈ કપડાને રંગમાં બોળે, બે, ચાર, પાંચ, આઠ વખત બોળે ત્યારે રંગે રંગ ચઢતો જાય છે. એક વખત બોળવાથી રંગ નથી ચઢતો, વઘારે બોળાય તો ચઢે છે. માટે વાત સાંભળો,
૮૧