________________
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં.
જ્ઞાનીની એક આજ્ઞા આરાઘતાં અનેકવિઘ કલ્યાણ.' “જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ થાય છે.” (વ.પ્ર.૯૬૯) | (શ્રી મોતીલાલ ભાવસાર નડિયાદના પ્રસંગમાંથી)
અમે સપુરુષ છીએ તેમ તમોએ શાથી જાણ્યું? શ્રી મોતીભાઈનો પ્રસંગ – એક દિવસ ફરવા જતાં મને સાથે આવવાની આજ્ઞા થઈ. રસ્તે ચાલતાં સાહેબજીએ મને જણાવ્યું કે “તમો અમારી પાછળ શા માટે ફરો છો?”
મેં કીધું કે કલ્યાણની ઇચ્છાએ. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમે કેમ જાણ્યું કે અમો તમારું કલ્યાણ કરીશું?” મેં કીધું કે મને અનુભવ થયો છે કે આપ સત્પરુષ છો. જેથી મારું કલ્યાણ થશે
E
*
એમ મને ચોક્કસ ખાતરી છે. સાહેબજીએ જણાવ્યું કે “અમો સત્પષ છીએ તેમ તમોએ શાથી જાણ્યું?” મેં કીધું કે તેનો અનુભવ મને સારી રીતે થયો છે તેથી જાણું છું. સાહેબજીએ જણાવ્યું કે “શા અનુભવથી જાણો છો?” મેં કીધું આપશ્રીની દરેક ક્રિયા જમતી વખતે, પાણી પીતાં, હાલતાં-ચાલતાં, બેસતા-ઊઠતાં વિરક્તપણે થાય છે તેવું મારા સમજવામાં ચોક્કસ રીતે આવ્યું છે; તેથી ઓળખાણ થયું છે.
૫૩