________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
ભણે તો ઘારણા કરવા જેટલો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તેને નહોતો. તેથી ગુરુએ તેને “મા રુષ” મા તુષ” એટલા શબ્દો જ ભણાવ્યા. આ શબ્દો તે
ગોખવા લાગ્યો. ગોખતાં ગોખતાં તે પણ શુદ્ધ ન રહ્યા પણ “માષ તુષ” એટલું જ યાદ રહ્યું. તે ગોખવા લાગ્યો. કોઈવાર એક સ્ત્રીને સૂપડા વડે અડદને ઉપસતાં જોઈ તેને પૂછ્યું કે તું શું કરે છે ? બાઈએ કહ્યું, “માષ તુષ ભિન્ન કરું છું.” એટલે અડદ અને છોડા જાદા કરું છું. આ સાંભળી તેના ચિત્તમાં એમ અર્થ ફૂર્યો કે માષ એટલે અડદ અને તુષ એટલે છોડાં જેમ ભિન્ન છે, તેમ સારરૂપ આત્મા અને અસાર એવું શરીર બન્ને ભિન્ન ભિન્ન છે. એવા ભાવ સહિત “માષ તુષ ભિન્ન’ ગોખતાં તેને આત્માનો અનુભવ થવા લાગ્યો અને તે આત્મભાવનાની એકાગ્રતામાં, આત્મામાં તલ્લીન થઈ જતાં, ઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાનને પામ્યો.” (અષ્ટપ્રાભૃત પૃ.૮૯)
એમ જ્ઞાની પુરુષની એકેક આજ્ઞા જીવ આરાધે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.
જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ સ્ત્રીના પ્રસંગમાં ન જ જાય
જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું' એવી આજ્ઞા ગુરએ કરી હોય તો તે વચન પર દ્રઢ વિશ્વાસ કરીને તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે?” આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દ્રષ્ટિ દેતાં “આ ઠીક છે' એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ તો વર્તે, એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવાં પ્રસંગમાં ન જ જાય. આ પ્રકારે જે જીવને “આ સ્થાનકે જવું યોગ્ય નથી” એવાં જે જ્ઞાનીના વચનો તેનો દ્રઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્યવ્રતમાં રહી શકે છે, અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. ત્યારે જ્ઞાનીના આજ્ઞાંકિત નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માયા કરે કે એમાં શું જીતવું છે? આવી માન્યતાને લઈને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં.” (વ.પૃ.૬૮૫)
તપશ્ચર્યા સ્વચ્છેદથી ન કરવી પણ આજ્ઞાથી કરવી જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી; અહંકારથી ન કરવી; લોકોને લીધે ન કરવી; જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છેદે ન કરવું. ‘હું ડાહ્યો છું” એવું માન રાખવું તે કયા ભવને માટે? “હું ડાહ્યો નથી” એવું સમજ્યા તે મોક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય વિપ્ન સ્વચ્છેદ છે. જેનો દુરાગ્રહ છેદાયો તે લોકોને પણ પ્રિય થાય છે; દુરાગ્રહ મૂક્યો હોય તો બીજાને પણ પ્રિય થાય છે; માટે કદાગ્રહ મુકાયાથી બઘાં ફળ થવા સંભવે છે.” (વ.પૃ.૯૯૪)
૬૨