________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
સમાધિસ્થ બાહુબલજીને તેમની બહેનો–બ્રાહ્મી-સુંદરી—એ જંગલમાં જઈને કહ્યું : “વીરા, ગજથકી હેઠા ઊતરો.” ત્યાં બાહુબલજી વિચારમાં પડી ગયા અને
ને જાગ્યા કે ખરી વાત છે, અહંકારરૂપી ગજ ઉપર હું બેઠો છું. નાના ભાઈને હું નમવા હવે તો જાઉં એમ વિચારીને ઊઠ્યા કે તરત કેવળજ્ઞાન થયું. આટલા જ માનના અહંકારથી કેવળજ્ઞાન અટક્યું હતું. આ જીવનું માન-અહંકારે ભૂંડું કર્યું છે તે મૂળે જ છૂટકો છે.” (ઉ.પૃ.૨૦૬)
સર્વશાસ્ત્રનો સાર, મોક્ષનો માર્ગ, સમકિતનું કારણ તે વિનય “સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણ એ વિનય છે. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. ઘર્મનું મૂળ વિનય છે. સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં તેમ અતિ પાસે નહીં તેમ બેસવું, નીચે આસને બેસવું, આજ્ઞા સિવાય શરીરે પણ અડવું નહીં. એ બધા વિનયના રસ્તા છે. પ્રાયશ્ચિત્ત વડે દોષોની શુદ્ધિ કરવી. ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ તજવાં.” (ઉ.પૃ.૨૯૫)
ગુરુનો અત્યંત વિનય કરી ગુણ જ જોયા તો કેવળજ્ઞાન પામ્યા વિનયવાન શિષ્યનું દૃષ્યત - એક ગામમાં એક જ્ઞાની મુનિ ઘણા શિષ્યો સાથે પઘાર્યા હતા. તે મુનિનો સ્વભાવ ક્રોથી હતો; તે પોતે પણ જાણતા હતા. તેથી ક્રોઘનું નિમિત્ત ન બને માટે બઘાથી દૂર એક ઝાડ નીચે જઈ બેઠા. બીજા શિષ્યો પણ પોતપોતાનાં આસન પસંદ કરી દિવસ કોઈ કોઈ કાર્યમાં ગાળતા હતા. તે વખતે સાંજના હાથે મીંઢળ બાંધેલો એક યુવાન પરણીને મિત્રો સાથે મુનિનાં દર્શનાર્થે આવ્યો. તેના મિત્રો મશ્કરા હતા. તેમણે એક સાધુ પાસે જઈ કહ્યું, “મહારાજ, આને સાધુ કરો.” એકવાર-બે વાર કહ્યું તે સાઘુ ન બોલ્યા. છતાં તેમણે કહેવું જારી રાખ્યું. એટલે સાધુએ કહ્યું, અમારા કરતાં મોટા પેલા સાઘુ છે તેમની પાસે જાઓ. બીજા સાથે પાસે જઈ તેમણે જણાવ્યું તો તેમણે વળી બીજાને બતાવ્યા. એમ કરતાં છેવટે તેઓ મોટા મુનિ મહારાજ-ગુરુની પાસે ગયા. અને દર્શન કરી તેમણે પેલી વાત વારંવાર કહ્યા કરી. ગુરુ થોડી વાર તો સાંખી રહ્યા પણ ફરી ફરી ખૂબ આગ્રહ કરવાથી તે ક્રોધે ભરાયા. એટલે તેમણે પેલા નવીન પરણેલાને પકડી વાળ ઉપાડી નાખી મુનિ બનાવ્યો. તે સમજી ગયો અને મહારાજે મોટી કૃપા કરી એમ ગણી કંઈ બોલ્યો નહીં. પણ બીજા તો તેનાં માબાપને કહેવા ઘેર દોડી ગયા. તેથી તેણે ગુરુજીને જણાવ્યું કે હવે જો આપણે અહીં રહીશું તો આપને પરિષહ પડશે. માટે અત્યારે અહીંથી વિહાર કરવો ઠીક છે. તેમણે કહ્યું, રાત પડી જશે અને અત્યારે ક્યાં જઈશું? શિષ્ય કહે, આપનાથી વૃદ્ધાવસ્થાને લઈને ન ચલાય તો હું આપને ખભે બેસાડી લઈશ. આમ નક્કી થવાથી બધા પર્વત તરફ ચાલી નીકળ્યા. ગુરુની આંખે ઓછું સૂઝતું તેથી તેમણે કહ્યું, ભાઈ, હવે દેખાતું નથી એટલે તેણે તેમને ખભે લઈ લીધા.
પર્વત ઉપર ચઢવાનું અને ખાડા, પથરા વગેરેને લીધે પગ ખસે કે હેલકારો આવે તેથી ગુરુજી તો તેને ઉપર બેઠા બેઠા લોચ કરેલા માથામાં મારવા લાગ્યા. પણ તે શિષ્યના મનમાં
४८