________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
યાદ કરીને, આગળ કરીને નમસ્કાર કરવા. પછી ગમે તેને નમીએ પરંતુ ઉપયોગ પોતાના શુદ્ધ આત્માને યાદ કરવા તરફ આપવો. આત્મા વડે આત્માને નમસ્કાર
કરવા. પ્રથમ પોતાના આત્માને યાદ કરી પછી નમવું. એ સિદ્ધસ્વરૂપ મારો આત્મા તેને મેં જાણ્યો નથી પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે તે માટે માન્ય છે, એમ સ્મરણ અવશ્ય કરવું. નમસ્કારવિધિ પોતાના આત્મસ્વરૂપને યાદ કરવા નિમિત્તે છે.” (ઉ.પૃ.૪૩૯) નથી લઘુતા કે દીનતા'.
પ્રથમ લઘુતા આવે તો આત્મપ્રભુતા પ્રગટે લઘુતાથી પ્રભુતા આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે અમારું નામ લઘુ પાડ્યું તે સારું છે. બઘાથી નાના થઈને બેઠા છીએ.” (બો.૧ પૃ.૬૭૫)
“બઘાનો યથાયોગ્ય વિનય કરવો’ પૂજ્યશ્રી– વિનય એ ઘર્મનું મૂળ છે. બઘાનો યથાયોગ્ય વિનય કરવો. વિનય એક વશીકરણ મંત્ર છે.” (બો.૧ પૃ.૭૩)
કૃપાળુદેવને માને તેના અમે દાસના પણ દાસ છીએ. “પ્રભુશ્રીજી કહેતા કે અમે તો કૃપાળુદેવને માનતા હોય તેના દાસના દાસ છીએ.”
(બો.૨ પૃ.૬૨) નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. “(૪) વિનય એ શોભા છે. નમ્રભાવ એ મોટું આભૂષણ છે. બે પક્ષમાંથી એક પક્ષ નમતું આપે તો ઝટ પાર આવે. નમ્યો તે પ્રભુને ગમ્યો.” (બો.૨ પૃ.૧૧)
લઘુ અને નમ્ર બનવાનો દૃષ્ટાંતથી ઉપદેશ ચીનના એક મહાત્માનું દૃષ્ટાંત –“ચીન દેશના એક મહાત્માને તેના શિષ્ય પૂછ્યું :
ગુરુજી આપ નમ્રતા વિષે મને કંઈક કહો!” _ શ્રી નમ્રતા એટલે શું?
જવાબમાં મહાત્માએ પોતાનું મોં ઉઘાડી જીભ બતાવીને બોલ્યા – “હજી મારી આ જીભ મારા મોંમા સાબૂત છે?” શિષ્ય કહ્યું : હાજી છે. ગુરુ કહે - તો પછી મારા બઘાં દાંત પણ સાજા છે? શિષ્ય કહ્યું - નાજી, આપના મોંમા એકેય દાંત રહ્યો નથી. એટલે મહાત્મા બોલ્યા - બેટા, જીભ નરમ છે માટે તે હજી ટકી રહી
તે
જ
સારા છે? શપે ક નાજ, આપના મોબા
૫૦