________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
માળાવાળા અને નેત્ર પણ મટકું મારતા દીઠા. પ્રભુના વચનને આધારે તે બધું કપટ જાણીને રોહિણેય બોલ્યો કે – “મેં પૂર્વજન્મમાં ઘણા સુપાત્રને દાન આપ્યા છે, જિનચૈત્ય કરાવ્યા છે, જિનબિંબ બનાવ્યા છે વગેરે સદ્ગુરુની સેવા કરી છે.
૦
ઇ
Us
છે
/
/
નક
/
ART
by
_B/
alia
આ પ્રમાણે પૂર્વભવમાં સુકૃત્યો કરેલા છે. તેના વિના આવા સ્વર્ગલોકને કોણ પામી શકે.”
ભગવાનના ઉપદેશના અંશે મને ફાંસીથી બચાવી લીઘો. આટલા ઉપાયોથી પણ ચોર પકડાય નહીં તો નીતિનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. એટલે અભયકુમારે ચોરને છોડી મૂક્યો. ત્યાંથી છૂટી ગયા પછી રોહિણેય વિચાર્યું કે–મારા પિતાની આજ્ઞાને ધિક્કાર છે કે જેથી હું આજ દિન સુધી ભગવંતના વચનામૃતથી વંચિત રહ્યો. જેના ઉપદેશના એક અંશે પણ મને જીવનદાન આપ્યું છે, નહીં તો મને ફાંસીએ ચઢવું પડત એમ વિચારી તરત જ ભગવાન પાસે ગયો. ભગવાનને વંદન કરી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી – હે પ્રભુ! આપના વચનામૃતનું જે શ્રદ્ધાપૂર્વક પાન કરે છે તેમને ઘન્ય છે. તમારા વચનોએ મને આજે મૃત્યુના મુખમાંથી બચાવી લીધો. પ્રભુએ તેના પર કૃપા કરીને નિર્વાણપદને આપનારી એવી ઘર્મદેશના આપી. તે સાંભળી પ્રતિબોઘ પામી તે રોહિણેય બોલ્યો - હે સ્વામિ! હું યતિઘર્મને યોગ્ય છું કે નહીં? પ્રભુએ કહ્યું – તું યોગ્ય છે.”
૩૪