________________
‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ'...
રોહિણેય કહે-હું જ ચોર છું. હું દીક્ષા લઈ જન્મ સફળ કરીશ
પછી શ્રેણિક રાજા પાસે રોહિણેય ચોર આવીને કહેવા લાગ્યો કે હે રાજ! તમારા નગરને લૂંટનારો ચોર તે હું જ છું. બીજો ચોર શોધવાની જરૂર નથી. મારી સાથે કોઈને મોકલો જેથી લૂંટેલો બધો ઘનમાલ એને બતાવી દઉં અને પછી હું દીક્ષા લઈ મારા જન્મને સફળ કરીશ.
, '
s
]
»
e.
UST
-
'
«રે છેaછે.
,
કે
જ્યાં ઘન દાટેલું હતું તે રોહિણેયે અભયકુમારને બતાવ્યું. રાજાએ પણ જેનું તે હતું તેને ઘન આપી દીધું. પછી રોહિણેયનો દીક્ષા મહોત્સવ પણ રાજા શ્રેણિકે કર્યો. ભગવાન પાસે દીક્ષા લઈ છા માસ સુધીનું તપ કરી છેલ્લે ભગવાનની રજા લઈ વૈભારગિરિ ઉપર પાદોપગમન અનશન કર્યું. ત્યાં શુભ ધ્યાનથી દેહનો ત્યાગ કરી સ્વર્ગને પામ્યો.” એમ સસ્કુરુષનું એક પણ વચન સાંભળીને જે પોતાના દોષો ઘટાડશે તેનું જરૂર કલ્યાણ થશે.
૩૫