________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
( 3
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ"...
‘ઉપદેશામૃત' માંથી -
બહુ સમજવા જેવા આ વીસ દુહા છે' “આ તત્ત્વજ્ઞાનમાંથી દુહા વીસ છે. તે મુખપાઠ કરવા અને રોજ બોલવા. બોલતાં એવી ભાવના કરવી કે હે પ્રભુ! હું તો અનંત દોષનો ભરેલો છું – ક્રોધ, માન, માયા, લોભ, વિષય, પ્રમાદ વગેરેથી હું તો ભરેલો છું. એવી દીનત્વની ભાવના કરવી. બહુ સમજવા જેવા આ વીસ દુહા છે. બધું થઈને દશપંદર મિનિટ બોલતાં લાગે.” (ઉ.પૃ.૩૧૦)
દોષોને કાઢવાની ભાવના એજ ખરી મુમુક્ષતા છે. “જેમ જેમ સત્સંગ અને સલ્ફાસ્ત્રનો પરિચય વધે તેમ તેમ પોતાના દોષ જોવામાં આવે. જ્યારે દોષ જોવામાં આવે ત્યારે લાગે કે મારામાં આટલા બધા દોષ ભરેલા છે! ત્યાર પછી તે દોષોને કાઢવાની ભાવના જાગે. દોષોને કાઢવાની ભાવના એ જ ખરી મુમુક્ષતા છે.”
(બો.૧ પૃ.૧૦૮) ચારણમુનિના સમાગમ દોષોનું થયેલું ભાન અંજનચોરનું દૃષ્ટાંત - “એક વેશ્યા બાગમાં ફરવા ગઈ. ત્યાં એણે રાજાની રાણીના ગળામાં સુંદર હાર જોયો એટલે એને મનમાં થયું કે આવો હાર જો મને પહેરવાને ન મળે તો મારું $ 2 4 UMI[T ) જીવન નકામું છે. જ્યારે અંજનચોર તે વેશ્યાને
ઘેર આવ્યો ત્યારે તેણીએ તેને તે રાણીનો હાર ચોરી લાવવા કહ્યું. અંજનચોર પોતાની આંખમાં એક જાતનું અંજન આંજતો જેથી તેને કોઈ જોઈ શકતું નહીં. અંજનચોર તે હાર ચોરી લઈ જતો હતો ત્યારે તે હારના રત્નનો પ્રકાશ ઘણો હોવાથી કોટવાળના જોવામાં આવ્યો તેથી તે તેની પાછળ પડ્યો. અંજને જાણ્યું કે કોટવાળ મારી પાછળ પડ્યો છે તેથી ગલી ગૂંચીમાં થઈ સ્મશાનમાં ચાલ્યો ગયો. ત્યાં સ્મશાનમાં એક બાગનો માળી આકાશગામિની વિદ્યા સાધ્ય કરવા ડરનો માર્યો સીકા ઉપર ચઢ ઊતર કરતો હતો. તેની હિંમત ન ચાલવાથી તેણે બતાવેલ મંત્ર બોલી અંજનચોરે બથી દોરડીઓ એકસાથે કાપી નાખી જેથી
છે.
કે
ચોરી લાવવા
Dr w
૩૬