________________
‘નથી લઘુતા કે દીનતા’.....
આવો સાધર્મિક ભાવ આવે તો આપણને પણ બધા મુમુક્ષુઓમાં મારા પ્રભુનો વાસ છે તેથી તે પૂજ્ય છે એમ જણાય. પણ હજુ સુધી તેવો ભાવ આવ્યો નથી.
‘શ્રીમદ્ રાજચંદ્ર’માંથી :
હે પરમાત્મા સર્વમાં તું છો, બધા તારા જેવા શુદ્ધ આત્મા છે
“સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વભાવ રાખવો એ ૫રમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી.’’ (વ.પૃ.૨૪૪)
સર્વમાં શ્રીહરિ જ છે એમ નિશ્ચય કરવો
“પરમ પ્રેમસ્વરૂપ આનંદમૂર્તિ આનંદ જ જેનું સ્વરૂપ છે એવા શ્રીમાન હરિના ચરણકમળની અનન્ય ભક્તિ અમો ઇચ્છીએ છીએ. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમોએ વિચાર કર્યો કે શી રીતે અમે સમાધિરૂપ હોઈએ ? તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે સર્વરૂપે એક શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય કરવો જ.’’ (વ.પૃ.૨૩૭)
‘નથી લઘુતા કે દીનતા'.....
હે પ્રભુ! મારામાં લઘુતા કે દીનતા નથી. હું તો બધાથી નાનો છું એવું નમ્રપણું મારામાં નથી. પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા – ‘લઘુતા મેરે મન માની, એ તો ગુરુગમ જ્ઞાન નિશાની’ -શ્રી ચિદાનંદજી
=
લઘુતા એ તો મારા મનને બહુ ગમેલી છે. કેમકે એ તો ગુરુગમ પામવાની નિશાની છે. લઘુતા એટલે વિનય હોય તો જ ગુરુ જ્ઞાન આપે છે.
‘લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર.’
લઘુતા હોય તો જ આત્માની પ્રભુતા-સિદ્ધિ પ્રાપ્ત થાય. પ્રભુતા એટલે હું મોટો છું એમ માને તો તેનાથી પ્રભુ દૂર રહે. વિનય વગર વિદ્યાગ્રહણ થાય નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર’ માંથી :
સત્પુરુષનો દાસ બની તેમની આજ્ઞામાં રહે તો તે પણ તેવો જ થાય
“આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.’ (વ.પૃ.૧૮૩)
૪૩
પરમકૃપાળુદેવ સર્વના શિષ્ય થવા ઇચ્છે માટે સાચા સદ્ગુરુ
“આખા જગતના શિષ્ય થવારૂપ દૃષ્ટિ જેણે વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી.’’
તે
(વ.પૃ.૧૫૮)