________________
આજ્ઞાભક્તિ
અહંભાવમાં તલ્લીન થઈ ગયો છે. ઘર્મનું ભાન નથી. શું કરે! કંઈક જ્ઞાનીપુરુષનો યોગ થાય, સાંભળે, પછી અભ્યાસ કરે તો થાય. તે કહે કે આત્મા
સ્ત્રી નથી, પુરુષ નથી, એમ સાંભળ્યું તો પછી અભ્યાસ થાય. આ દેહના પુ ગલનો ઘર્મ છતાં હું ગોરો, કાળો એમ થાય છે. તે અહંભાવથી હું રહિત નથી.
અન્ય ઘર્મથી રહિત થતો નથી. વખતે ત્યાગી દે, પણ નિર્મળપણે નિવૃત્તિ કરતો નથી. ઘન વગેરે બધું ત્યાગી સાધુ થયો હોય, પણ ઘનાદિની ઇચ્છા એને રહ્યા કરે છે. વારંવાર પ્રભુશ્રીજી કહેતા કે ચોખ્ખો થઈને આવ, ચોખ્ખો થઈને આવ. વારંવાર વિચારી જીવને પૂછવું કે એવા એવા દોષો છે તો કેમ મોક્ષે જવાશે?
મુમુક્ષુ થવું હોય તો અહંભાવ કરવાનો નથી. ચક્રવર્તી હોય અને દીક્ષા લે, તેના કરતાં દાસીના છોકરાએ પહેલાં દીક્ષા લીધી હોય અને ચક્રવર્તી તેને અહંભાવથી વંદન ન કરે તો તેને રખડી મરવાનું છે. અહંભાવના કણિયા પડ્યા છે, તે બઘા વીણી વીણીને કાઢવાના છે. પોતાનામાં દોષો છે, પાપ છે તે જોતો નથી, નહીં તો શરમ આવે. ઊંડી દ્રષ્ટિ નથી. ઉપર ઉપરથી દેખે છે. હે ભગવાન! હું આપની આગળ શું મોઢું બતાવું? કાંઈ સાઘન મેં કર્યું નહીં અને મારામાં એકેય સદ્ગણ પણ નથી, તો શું મોઢું બતાવું?
સાઘન નથી અને ગુણ પણ નથી. વખતે ગુણ હોય તો સાઘન થાય. ગુણ ન હોય તો ભગવાન શું કરે? પણ હે ભગવાન, તું તો કરુણાની મૂર્તિ છે. તારામાં દયા, દયા સિવાય બીજું છે જ નહીં. દીનબંધુ અને અનાથોના નાથ છો તેથી અમારો હાથ ઝાલજે. બાકી મારામાં તો એક પણ સગુણ નથી. પરમ અનાથ છું, છતાં અભિમાનથી ભરેલો છું. તેથી અનંતકાળથી રખડ્યો છું અને કોઈ સત્પરુષના ચરણ સેવ્યાં નથી, આજ્ઞા ઉઠાવી નથી.
ભક્તિ આવે તો જ્ઞાન થાય. જીવને દુર્લભ વસ્તુ મળી છે પણ જોઈએ એવો લાભ લઈ શકતો નથી. -બો.૨ (પૃ.૬૫)
૨૬