________________
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ'...
ચોમાસુ કરવા કોશા વેશ્યાને ઘેર ગયા. તેમને આવતા જોઈ કોશા અતિ અતિ હર્ષિત થઈ અને સામે આવીને પગમાં પડી. તેની આજ્ઞા લઈ સ્થૂલિભદ્ર તેની ચિત્રશાળામાં ચાતુર્માસ રહ્યા. તે હમેશાં ષસનો આહાર કરે છે, સમય પણ વર્ષાઋતુનો છે, નિવાસ ચિત્રશાળામાં છે, પ્રીતિ કોશાની છે, અને પરિચય બાર વર્ષનો છે. વળી નેત્ર અને મુખનો વિલાસ, હાવભાવ, ગાન, તાન, માન, વીણાને મૃદંગના મધુર શબ્દો સહિત નાટ્યવિનોદ વિગેરે નાના પ્રકારના વિષયોને સ્થૂલિભદ્ર આગળ પ્રગટ કરતી અને પોતાનો હાવભાવ બતાવતી કોશા કહે છે કે – “હે સ્વામિન્ ! આ ત્યાગ સાવવાનો સમય નથી, માટે મારી સાથે યથેચ્છ વિષયસુખ ભોગવી તેનો સ્વાદ લ્યો. ફરીથી આ મનુષ્યજન્મ પામવો દુર્લભ છે અને આ યૌવન પણ દુર્લભ છે. પાછળથી વૃદ્ધાવસ્થામાં તપ કરવું ઉચિત છે.” તે સાંભળી યૂલિભદ્ર બોલ્યા - “હે ભદ્ર! અપવિત્ર અને મળમૂત્રનું પાત્ર એવા કામિનીના શરીરનો ઉપભોગ કરવાને કોણ ઇચ્છે? આવા પ્રકારના ઉપદેશથી બુઝીને કોશા વેશ્યા બોલી ઃ હે સ્વામિન્! મારો હવે ઉદ્ધાર કરો. પછી ધૂલિભદ્રમુનિ પાસે સમ્યત્વ સહિત બારવ્રત અંગીકાર કરીને તે કોશા પરમ શ્રાવિકા થઈ.” (પૃ.૧૨૬)
પોતાના દોષો જોઈ સદા જાગૃત રહેવું લૌકિક આલંબન ન જ કરવાં. જીવ પોતે જાગે તો બઘાં વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પેસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે; પણ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું; તેમ જીવ પોતાના દોષો જોતો નથી. પોતે જાગૃત રહેતો હોય, તો બઘાં વિપરીત કારણો મટી જાય; માટે પોતે જાગૃત રહેવું.” (વ.પૃ.૭૧૦)
જ્ઞાનીઓએ જે વિચારથી, ઉપાયોથી દોષો ઘટાડેલા તે કરવા જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દોષો જતા નથી; અર્થાત્ જીવ પોતાનો દોષ કાઢતો નથી. અને દોષોનો વાંક કાઢે છે. જેમ સર્યનો તાપ બહ પડે છે, અને તેથી બહાર નીકળતું નથી; માટે સૂર્યનો દોષ કાઢે છે; પણ છત્રી અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણ અર્થે બતાવ્યાં છે તેનો ઉપયોગ કરતો નથી તેમ. જ્ઞાની પુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો, અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો.
કયા પ્રકારે દોષ ઘટે ? જીવ લૌકિક ભાવ, ક્રિયા કર્યા કરે છે, ને દોષો કેમ ઘટતા નથી એમ કહ્યા કરે છે! યોગ્ય જીવ ન હોય તેને સત્પરુષ ઉપદેશ આપતા નથી.” (વ.પૃ.૭૧૦)
“સપુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ “સત્પરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ. મુમુક્ષુઓએ જાગૃત જાગૃત થઈ
૩૧