________________
આજ્ઞાભક્તિ
છે છતાં અવળી જ વાપરી છે. હે ભગવાન! મેં તો બંઘન થાય એવું કર્યું છે, પણ હવે એથી છુટાય એમ કર. વીશ દોહરામાં કેટલું બધું કહી દીધું છે! હવે
ભગવાનને ક્ષણવાર પણ ભૂલું નહીં. સદ્ગુરુનું શરણ એ જ સાચું છે, મુખ્ય વસ્તુ છે. શરણા વગર છૂટકો નથી. “હું પામર શું કરી શકું ?” એમ માત્ર બોલે જ નહીં પણ એ ભાવ એને રહે. એના શરણથી જ બધું પાંશરું થશે. સદ્ગુરુ અને સંતમાં કંઈ ભેદ નથી. બેય ભગવાન છે. છેલ્લે એ જ કહ્યું છે.
“પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ;
સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ.” ખરા સ્વરૂપને હું પકડી રાખું એવી દ્રઢતા મને આપ. સદ્ગુરુનું શરણ એ જ સાચું શરણ છે. વિશ દોહરાનો રોજ ભાવથી વિચાર કરવો. ગુણ પ્રગટે એવું છે. આ વીશ દોહરાની રોજ ભાવથી
ભક્તિ કરે તો આત્મગુણ પ્રગટે એમ છે. ભાવો આવી ખસે નહીં તે અનુપ્રેક્ષા છે. એની પાછળ પડવું છે. એમાં જ વૃત્તિ રહ્યા કરે તો શું ફળ થાય તે કહે છે—માન જાય તો દીનતા આવે, ક્રોઘ જાય તો ક્ષમા આવે, એમ દોષો જાય ત્યારે ગુણાવૃત્તિ એટલે આત્માના ગુણો પ્રગટે. વારંવાર વીશ દોહરામાં જ ચિત્ત જાય, એની એ ભાવના રહે, એ વિના ચિત્ત બીજે જાય નહીં એવું કરવાનું છે. આ પત્ર વાંચી પ્રભુશ્રીજીને બહુ લાગી આવ્યું હતું કે મારું સાધુપણું જપતપ બધું નકામું ગયું. પછી રાત્રે ઊંઘ ન આવે. ત્યારે વીશ દોહરાનો સ્વાધ્યાય આખી રાત કરતા. અને આંખમાંથી આંસ પડવા લાગતાં. એમ આ વીશ દોહરાની અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” -બો.૨ (પૃ.૧૯૬) “ઉપદેશામૃત' માંથી -
બઘા શાસ્ત્રોનો સાર, આ કાળમાં કામ કાઢી નાખે એવા મંત્ર સમાન વીશ દુહા
“સર્વ શાસ્ત્રોનો સાર, તત્ત્વોનો સાર શોધીને કહી દીઘો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું.
વીસ દુહા” ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. “ક્ષમાપનાનો પાઠ”, “છ પદ'નો પત્ર, યમનિયમ”, “આત્મસિદ્ધિ' આટલાં સાઇન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.” એ તો ખોટી વાત છે; પણ તમે જીવતાં સુધી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. વઘારે શું કહ્યું?”
(ઉ.પૃ.૩૮૮) વીસ દોહા ચિંતામણિ. સર્વ અવસ્થામાં ગુણ કરે; પણ ભાવપૂર્વક બોલવા “વીસ દોહા ચિંતામણિ છે. જેમ વહેવારમાં પરસાદી વહેંચવામાં આવે છે તેમ પરસાદી છે.
૨૦