________________
‘ભક્તિના વીસ દોહરા’નું માહાત્મ્ય
જણાવવું છે તેનો લક્ષ થાય. પછી તરત જ એમ જણાવ્યું કે “મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં.'' -બો.૧ (પૃ.૩૪)
“વીસ દોહરા બોલતી વખતે મન બહાર ફરતું હોય તો બોલવું બંધ કરવું. ફરીથી મન સ્થિર કરીને બોલવું. ઘર્મ ન કરે અને ધર્મ ગણાવે તો તે દંભ છે. સાચું કરવાનું છે. મન સ્થિર કરીને કરવું. જેટલો આત્મા જોડાય તેટલો લાભ છે. ન બને તો ખોટાને તો ખોટું માનવું. મારે સાચું કરવું છે અને સાચું માનવું છે એમ રાખવું.” -બો.૧ (પૃ.૨૨૪)
વીસ દોહરા મન સ્થિર કરીને બોલવા. જેટલો આત્મા જોડાય તેટલો લાભ છે
વીસ દોહરા રોજ બોલવા. આત્મહિતનું કામ છે. ન આવડે તો સાંભળવા
“વીસ દોહરા રોજ બોલવા. જો પોતાને બોલતાં ન આવડતું હોય તો બીજાની પાસે સાંભળવા. બીજાને સંભળાવવા કહેવું. જેમ આપણે ઘેર કુટુંબીઓને વ્યવહારનું કામ ભળાવીએ છીએ તેવી રીતે એ પણ એક આત્મહિતનું કામ છે.’’ -બો.૧ (પૃ.૧૦૮)
વીસ દોહરા ભૂલા પડેલા જીવને ઠેકાણે લાવે એવા છે
‘વીસ દોહરા’ અપૂર્વ વસ્તુ છે. કૃપાળુદેવ પાસે જ બેઠા છે, એવો ભાવ રાખીને ભક્તિ કરવી. બડબડ એકલું બોલી જવું નથી. આપણા માટે ભક્તિ કરીએ છીએ એવો લક્ષ રાખવો. કૃપાળુદેવે પ્રભુશ્રીજી ઉપર એક પત્ર (૫૩૪) લખ્યો છે તેમાં વીસ દોહરાનું માહાત્મ્ય કહ્યું છે. ભૂલા પડેલા જીવને ઠેકાણે લાવે તેવું છે. ‘યમનિયમ' પણ તેવું જ છે. આ કાળમાં ભક્તિ જેવું એકે સાધન નથી. બધું એમાં સમાય છે. અહંકાર થાય નહીં એવું છે.’’ -બો.૧ (પૃ.૧૫૫)
66
વીસ દોહરા, સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ કરાવે તેથી જ્ઞાનીના વચનો આત્મામાં ચોંટે
"C
“પૂજ્યશ્રી—જીવને આ સંસારમાં ભમવાનું મોટું કારણ અભિમાન છે. એ અભિમાન ઊતરી જાય એવા ‘વીસ દોહરા' છે. અનંતાનુબંધી માનથી જીવને રખડવાનું થાય છે. અભિમાન દૂર થાય તો વિનય ગુણ પ્રગટે. પછી સત્પુરુષ ઓળખાય. ‘સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ' એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે” (૨૫૪) સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થાય તો એને જ્ઞાનીના વચનો ચોંટે. એ માટે ‘વીસ દોહરા' છે. માન જાય તો વિનય ગુણ આવે. એટલો બધો પ્રભાવ ‘વીસ દોહરા’માં છે. કંઈક ગરજ જોઈએ, વિજ્ઞાનપણું જોઈએ.’’ -બો.૧ (પૃ.૪૩૧)
૨૩
વીસ દોહરાનો ભાવપૂર્વક આખી રાત સ્વાધ્યાય, આંખમાંથી આંસુ પડે
‘વારંવાર વીસ દોહરામાં જ ચિત્ત જાય, એની એ ભાવના રહે, એ વિના ચિત્ત બીજે જાય નહીં એવું કરવાનું છે. આ પત્ર (૫૩૪) વાંચી પ્રભુશ્રીજીને બહુ લાગી આવ્યું હતું કે મારું સાધુપણુ જપતપ બધું નકામું ગયું. પછી રાત્રે ઊંઘ ન આવે. ત્યારે વીસ દોહરાનો સ્વાધ્યાય